શોધખોળ કરો
Advertisement
સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી: કોરોના મહામારીથી ગરીબી-ભૂખમરો વધશે, વધુ બાળકોના થશે મોત
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, નબળા દેશોમાં કોરોના સંકટના કારણે આરોગ્ય પર પડનારા અપ્રત્યક્ષ પ્રભાવોના કારણે “ગરીબી વધશે, સરેરાશ વય ઘટશે, ભૂખમરો વધશે, શિક્ષણની સ્થિતિ વધુ બગડશે અને વધુ બાળકોનાં મોત થશે.”
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારીઓએ ચેતવણી આપી છે કે, કોરોના વાયરસ વૈશ્વિક મહામારીએ ભદેભાવ અને અન્ય માનવાધિકાર ઉલ્લંઘનોને વધારી દીધું છે. જેનાથી સંઘર્ષ હજુ વધી શકે છે. દુનિયાના સૌથી કમજોર દેશોમાં તેના અપ્રત્યક્ષ પરિણામ વાયરસના પ્રભાવથી પણ વધુ આવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના પોલિટિકલ પ્રમુખ રોજમેરી ડિકાર્લો અને સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી મામલાના પ્રમુખ માર્ક લોકોકે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સામે મહામારીના કારણે દુનિયાભરમાં પડનારી અસરની ગંભીર સમસ્યા વિશે વાત કરી હતી.
લોકૉકે પરિષદને સચેત કર્યા કે, નબળા દેશોમાં કોરોના સંકટના કારણે આરોગ્ય પર પડનારા અપ્રત્યક્ષ પ્રભાવોના કારણે “ગરીબી વધશે, સરેરાશ વય ઘટશે, ભુખમરો વધશે, શિક્ષણની સ્થિતિ વધુ બગડશે અને વધુ બાળકોનાં મોત થશે.”
આ વૈશ્વિક મહામારીના કારણે દુનિયાભરમાં 8,60,000 થી વધુ લોકોના મોત થથઈ ચૂક્યા છે અને બે કરોડ 60 લાખથી વધુ લોકો સંક્રમિત થયાની પુષ્ટી થઈ છે. લોકોકે કહ્યું કે, સંક્રમણના લગભગ એક તૃતિયાંશ કેસ માનવતાવાદી અથવા શરણાર્થી સંકટનો સામનો કરી રહેલા દેશો અથવા કમજોર દેશોમાં સામે આવ્યું છે. પરંતુ આ દેશ મહામારીથી હકીકતમાં કેટલા અસરગ્રસ્ત છે, તે હજુ જાણી શકાયું નથી.
લોકોકે કહ્યું કે, તેનું કારણ એ છે કે, આ દેશોમાં ટેસ્ટિંગ ઓછું થઈ રહ્યું છે , કેટલાક સ્થળે લોકો મદદ નથી માંગવા માંગતા, કારણ કે તેમને કદાચ ક્વોરંન્ટાઈ રહેવાની આશંકા છે અથાવ તો એ વાતનો ડર છે કે, તેને જરૂરી સારવાર નહીં મળે. એક સારા સમાચાર એ છે કે, તે દેશોમાં કોવિડ-19ના કારણે મરનારાઓની સંખ્યા આશંકા કરતા ઓછી છે. પરંતુ તેની અપ્રત્યક્ષ અસર ઘણી છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, મહામારીના કારણે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખોટી જાણકારી ફેલાવવા માટે થઈ રહ્યો છે. તે દરમિયાન નફરત ફેલાવનાર ભાષણો પણ વધ્યા છે. ખાસ કરીન પ્રાવસીઓ અને વિદેશીઓ વિરુદ્ધ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement