US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલા કર્યા હતા. જેમાં ઈસ્લામિક સ્ટેટ ગ્રુપ અને અલ-કાયદા સાથે જોડાયેલા 37 આતંકવાદીઓ માર્યા ગયા હતા
US Airstrike: અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલા કર્યા હતા. જેમાં ઈસ્લામિક સ્ટેટ ગ્રુપ અને અલ-કાયદા સાથે જોડાયેલા 37 આતંકવાદીઓ માર્યા ગયા હતા. અમેરિકી સેનાએ દાવો કર્યો હતો કે આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
BREAKING: U.S. airstrikes in Syria kill 37 militants affiliated with extremist groups https://t.co/ExnVjIXtbp
— The Associated Press (@AP) September 29, 2024
યુએસ સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, અમેરિકાએ ઉત્તર-પશ્ચિમ સીરિયા પર હુમલો કર્યો હતો. જેમાં અલ-કાયદા સાથે જોડાયેલા હુર્રસ અલ-દિન જૂથના ટોચના નેતા અને અન્ય આઠને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓ સૈન્ય કાર્યવાહી પર નજર રાખવાની જવાબદારી હતી. આ સાથે સેન્ટ્રલ સીરિયામાં આઈએસના ટ્રેનિંગ કેમ્પ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 28 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં ચાર સીરિયાના નેતાઓનો સમાવેશ થાય છે.
અમેરિકી સૈન્યના જણાવ્યા અનુસાર, હવાઈ હુમલાએ અમેરિકાના હિતોની સાથે સાથે અમારા સહયોગીઓ અને ભાગીદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ISISની તૈયારીઓને નષ્ટ કરી દીધી હતી. સીરિયામાં લગભગ 900 અમેરિકન સૈનિકો તૈનાત છે. અમેરિકી દળો ઉત્તરપૂર્વ સીરિયામાં તેમના મુખ્ય સાથી કુર્દિશના નેતૃત્વ હેઠળની સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસને સલાહ અને સહાય પૂરી પાડે છે.
અમેરિકન આર્મીએ 16 સપ્ટેમ્બરે કરવામાં આવેલા હુમલાની પણ માહિતી આપી હતી. આ હુમલો મધ્ય સીરિયામાં દૂરના અજ્ઞાત સ્થળે આઇએસના તાલીમ શિબિર પર કરવામાં આવ્યો હતો. અમેરિકન સેનાએ હવાઈ હુમલો કર્યો હતો. જેમાં આ હુમલામાં 28 આતંકીઓ માર્યા ગયા હતા. નોંધનીય છે કે સીરિયામાં લગભગ 900 અમેરિકન સૈનિકો છે જે મુખ્યત્વે કટ્ટરપંથી IS જૂથની વાપસીને રોકવામાં લાગ્યા છે. ISએ 2014માં મોટા પાયે ઈરાક અને સીરિયા પર કબજો કર્યો હતો.
હિઝબુલ્લાહ પર 220 હવાઈ હુમલા
ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે તેની વાયુસેનાએ લેબનોનમાં 220 હવાઈ હુમલા કર્યા હતા અને તમામ ટાર્ગેટ હિઝબુલ્લા સાથે જોડાયેલા હતા. સેના દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જે લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે તેમાં હિઝબુલ્લાહનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોન્ચર્સ અને હથિયારોના સંગ્રહની સુવિધાઓ સામેલ છે. સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર સેનાએ હિઝબુલ્લાહના આતંકીઓ પર પણ હુમલો કર્યો હતો.
Hashem Safieddine: હિઝબુલ્લાહના નવા ચીફ બન્યા હાશિમ સફીદ્દીન, ભાઇ નસરલ્લાહના મોત બાદ મળી કમાન