અમેરિકન સંસદ બહાર કાર સવારે બે પોલીસ ઓફિસરને કચડ્યા, એકનું મોત, ફાયરિંગમાં હુમલાખોર ઠાર
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને આ ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું છે. પોલીસકર્મીના મોત પર શોક વ્યક્ત કરતાં વ્હાઇટ હાઉસના ધ્વજને અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપવામાં આવ્યો છે
વોશિંગ્ટનઃ અમરેકિન સંસદ ભવન (US Capitol) બહાર લાગેલા બેરિકેડમાં શુક્રવારે બપોરે એક કાર અથડાયા બાદ બે પોલીસ અધિકારી ઘાયલ થયા હતા. જેમાં એક નું મોત થયું હતું. પોલીસ (Capitol Police officer) દ્વારા ચલાવવામાં આવેલી ગોળીથી કાર ચાલક પણ ઘાયલ થયો હતો. બાદમાં ચાકુથી હુમલો કરનારા શંકાસ્પદ ચાલકનું પણ હોસ્પિટલમાં મોત થયું છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈની ટ્વીટ પ્રમાણે, યુએસ કેપિટોલ સિક્યુરિટીના કારણોસર બંધ કરી દેવામાં આવ્યું છે. ફાયરિંગની ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દિધો છે. યુએસ કેપિટલ પોલીસે કહ્યું કે ઈમારતોને બહારના ખતરાને કારણે બંધ કરી દેવાયો છે. સાથે જ સ્ટાફના સભ્યોને જણાવ્યું કે પ્રવેશ કે એક્ઝીટ નહીં કરી શકાય. પોલીસે આસપાસના લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે અને કહ્યું છે કે તેઓ ઘરની બારીઓ પાસે ન ઊભા રહે. કારચાલકની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
બાયડેને સંસદના ધ્વજને અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપ્યો
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને (US President Joe Biden) આ ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું છે. પોલીસકર્મીના મોત પર શોક વ્યક્ત કરતાં વ્હાઇટ હાઉસના ધ્વજને અડધી કાઠીએ ઝુકાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું, "હું અને મારી પત્ની જીલ બંનેને આ ઘટનામાં ઓફિસર વિલિયમ ઇવાન્સનું (William Evans) મોત થતાં દુખી છીએ. હુ તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. અમે એક બહાદુર પોલીસ ઓફિસર ગુમાવ્યા છે. તેમનો શોક મનવાતાં હું વ્હાઇટ હાઉસનો ધ્વજ અડધી કાઠીએ ફરકારવવાનો આદેશ આપું છું.
Canada Lockdown: વિશ્વના આ જાણીતા દેશે એક મહિનાનું લાદી લીધું લોકડાઉન, ગુજરાતીઓની છે મોટી સંખ્યા
આજનું રાશિફળઃ આજે વૃષભ રાશિમાં મંગળ અને રાહુ અંગારક યોગ બની રહ્યો છે, જાણો કેવો રહેશે તમારો દિવસ