US-China : અમેરિકાની ચીનને ખુલ્લે ચેતવણી, ફરી ગુબ્બારો ઉડાડ્યો તો ખેર નહીં
બે ટોચના અમેરિકન અને ચીની રાજદ્વારીઓ વચ્ચે શનિવારે મ્યુનિક સુરક્ષા પરિષદની બાજુમાં બેઠક થઈ હતી.
US Warn China : કથિત ચીની જાસૂસી ફુગ્ગા કાંડને લઈને તણાવપૂર્ણ સંબંધો વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન તેમના ચીની સમકક્ષ વાંગ યીને મળ્યા હતા. આ દરમિયાન બ્લિંકને અમેરિકન સાર્વભૌમત્વના 'અસ્વીકાર્ય' ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ચીનને કડક ચેતવણી આપી હતી કે, મોસ્કોને બેઇજિંગનું ભૌતિક સમર્થન સમાપ્ત થઈ ગયું છે. બે ટોચના અમેરિકન અને ચીની રાજદ્વારીઓ વચ્ચે શનિવારે મ્યુનિક સુરક્ષા પરિષદની બાજુમાં બેઠક થઈ હતી.
આ વિશે બોલતા વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતું કે, અમેરિકી ક્ષેત્રીય એરસ્પેસમાં હાઈ-એલ્ટિટ્યુડ સર્વેલન્સ બલૂનોનો ઉપયોગ સ્પષ્ટ રીતે અમેરિકાના સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાના અસ્વીકાર્ય ઉલ્લંઘનને લઈને સ્પષ્ટ વાત કરવામાં આવી હતી. તેમજ અમેરિકાનું સ્પષ્ટ માનવું છે કે, આ પ્રકારનું બેજવાબદાર કૃત્ય ફરી ક્યારેય થવું જોઈએ નહીં.
રશિયા-યુક્રેન મુદ્દે પણ થઈ ચર્ચા
બેઠક દરમિયાન, બ્લિંકને સ્પષ્ટ કર્યું કે યુનાઈટેડ સ્ટેટ્સ સાર્વભૌમત્વના કોઈપણ ઉલ્લંઘનને આંખી નહીં કે અને ચાઈનીઝ હાઈ-એલ્ટિટ્યુડ સર્વેલન્સ બલૂન પ્રોગ્રામનો પર્દાફાશ કર્યો - જેણે પાંચ ખંડોના 40 થી વધુ દેશોની હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે. બ્લિંકને ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની મુલાકાત દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. યુક્રેન સામે રશિયાના ઘાતકી યુદ્ધ પર બ્લિંકને તેની અસરો અને પરિણામો વિશે ચેતવણી આપી હતી.
આ ઉપરાંત, એન્ટોની બ્લિંકને ઉત્તર કોરિયા દ્વારા ICBM પરીક્ષણને પ્યોંગયાંગ દ્વારા નવીનતમ અસ્થિર કૃત્ય તરીકે વખોડી કાઢ્યું હતું અને આવા મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય પડકારોનો જવાબ આપવા માટે જવાબદાર સત્તાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નેડ પ્રાઈસે અહેવાલ આપ્યો હતો કે, મીટિંગ દરમિયાન બ્લિંકને ખાતરી આપી હતી કે, અમેરિકાની લાંબા સમયથી ચાલતી 'વન ચાઈના' નીતિમાં કોઈ ફેરફાર થયો નથી અને તાઈવાનમાં શાંતિ અને સ્થિરતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
અમેરિકા યુદ્ધ નથી ઇચ્છતું
આ મીટિંગ દરમિયાન એન્ટોની બ્લિંકને રાષ્ટ્રપતિ બિડેનના નિવેદનોનો પુનરોચ્ચાર કર્યો કે અમેરિકા તેના મૂલ્યો અને હિતો માટે પસ્તાવો કર્યા વિના સ્પર્ધા કરશે અને અડગ રહેશે. પરંતુ અમે પીઆરસી (પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના) સાથે સંઘર્ષ ઇચ્છતા નથી અને નવા શીત યુદ્ધના મૂડમાં નથી.
તુર્કીમાં ભૂકંપ અમેરિકાનું જ ષડયંત્ર? આ ટેક્નિકથી યુદ્ધ વગર મચી શકે છે હાહાકાર!!!
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 23 હજારને વટાવી ગયો છે. પરંતુ આ દરમિયાન એક નવો વિવાદ શરૂ થયો છે. સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકાના ષડયંત્રના કારણે ભૂકંપ આવ્યો છે. તેણે જ તેની હવામાન ટેક્નિકનો ઉપયોગ કરી તુર્કીમાં વિનાશ સર્જ્યો હતો. અમેરિકન સંશોધન કેન્દ્ર HAARP (હાઈ ફ્રિકવન્સી એક્ટિવ ઓરોરલ રિસર્ચ પ્રોગ્રામ)ને દોષી ઠેરવવામાં આવી રહ્યું છે.
ટ્રોલ્સ તેની સાથે વીડિયો પણ પોસ્ટ કરી રહ્યા છે, જેમાં ભૂકંપ દરમિયાન વીજળી પડી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભૂકંપમાં વીજળી પડવી એ સામાન્ય ઘટના નથી. અમેરિકાએ આ કૃત્રિમ રીતે કર્યું જેથી તુર્કીને સજા થઈ શકે. પણ સજા શા માટે? તે એટલા માટે કારણ કે તુર્કીએ પશ્ચિમી દેશો દ્વારા ચિંધેલા માર્ગ પર ચાલવાનો ઇનકાર કર્યો હતો. આવા તમામ આરોપો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પશ્ચિમ પર લગાવવામાં આવી રહ્યા છે. HAARP ઘેરાબંધી કરવામાં આવી છે.