શોધખોળ કરો

US Over Arunachal Pradesh: અરુણાચલની 11 જગ્યાઓના ચીને બદલ્યા નામ તો અમેરિકા ગુસ્સે ભરાયુ, બોલ્યુ- અમે ભારતની સાથે છીએ......

અમેરિકાના વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કારાઇન જીન-પીયરે (Karine Jean-Pierre) ने કહ્યું કે, કેટલીક એવી વસ્તુઓ છે, જેના પર અમેરિકા હંમેશા ઉભુ રહ્યુ છે,

US Condem China Over Rename Arunachal Pradesh: ચીને ભારતના અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) 11 જગ્યાઓના નામ બદલી નાંખ્યા છે, અમેરિકાએ (America) આના પર સખત પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ મંગળવારે (4 એપ્રિલે) કહ્યું કે, યૂએસ ભારતીય વિસ્તાર અરુણાચલ પ્રદેશ પર દાવો કરવાનો ચીનની કોશિશોનો વિરોધ કરે છે. આ એક રીતે ચીનની ભારતીય વિસ્તાર પર પોતાના દાવો કરવાની રીત છે. 

અમેરિકાના વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કારાઇન જીન-પીયરે (Karine Jean-Pierre) ने કહ્યું કે, કેટલીક એવી વસ્તુઓ છે, જેના પર અમેરિકા હંમેશા ઉભુ રહ્યુ છે, અમે અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોના નામ બદલીને વિસ્તારના દાવાનો આગળ વધવા માટે કોઇપણ એકતરફી કોશિશોનો સખત વિરોધ કરીએ છીએ. 

યૂએસનું આ નિવેદન ચીનના નાગરિક મામલાના મંત્રાલાય તરફથી અરુણાચલ પ્રદેશમાં 11 સ્થાનોના નામોને રિનેમ બાદ આવ્યુ છે. તેમને આ જગ્યાઓના નામ ચીની અક્ષરો, તિબ્બતી પિનયિન ભાષાઓમાં બદલી દીધા છે. ચીનના મંત્રાલયે રવિવારે (2 એપ્રિલ) 11 સ્થાનોના નામોની જાહેરાત કરી. બે આવાસીય વિસ્તારો, પાંચ પર્વત ટોચો, બે નદીઓ અને બે અન્ય વિસ્તારો સહિત સટીક સબઓર્ડિનેટ પણ આપ્યા.  

ભારતે પણ કર્યો સખત વિરોધ - 
ચીનની આ હરકત બાદ ભારતના વિદેશ મંત્રાલયે પણ આકરી પ્રતિક્રિયા આપી છે, ભારતે અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના ચીનના પ્રયાસને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોના નામ બદલવા અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં અરિંદમ બાગચીએ એક નિવેદનમાં કહ્યું કે અમે આવો રિપોર્ટ જોયો છે. 

ભારતે કહ્યું કે, અમે અને જડમૂળમાંથી ફગાવીએ છીએ, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. બદલીને રાખેલા નામોને આપવાનો પ્રયાસ આ વાસ્તવિકતા બદલી શકશે નહીં. જોકે, આવું પહેલીવાર નથી જ્યારે ચીને આવો પ્રયાસ કર્યો હોય. ચીને અગાઉ પણ અરુણાચલ પ્રદેશના વિસ્તારોના નામ બદલ્યા છે.

US-China : ચીન અમેરિકાને ઉલ્લુ બનાવી ગયું, ગુબ્બારાએ 'સિક્રેટ ચોરી' કર્યાનો ઘટસ્ફોટ

America-China Balloon Controversy: અમેરિકાના આકાશમાં દેખાયેલા ચીની ગુબ્બારાએ દેખા દેતા દુનિયાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અમેરિકાએ ચીનના આ ગુબ્બારાને જાસૂસી યંત્ર ગણાવીને મિસાઈલ દ્વારા તોડી પાડ્યો હતો. હવે આ ગુબ્બારાને લઈને ઘટસ્ફોટ થયો છે જે બાઈડેન સરકાર માટે આઘાતજનક છે. આ ગુબ્બારા વતી ચીને અમેરિકાની મિસાઈલ સાઈટ્સ સહિતની અનેક ગુપ્ત અને અતિસંવેદનશીલ માહિતીઓ મેળવી લીધી હોવાનું સામે આવતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે.

અમેરિકાના બે વર્તમાન અને એક ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીઓએ ચોંકાવનારી માહિતી આપી હતી. બંને અધિકારીઓએ કહ્યું હતું કે, ચીનના જાસૂસી બલૂન અમેરિકાના ઘણા સંવેદનશીલ સૈન્ય મથકો વિશે ગુપ્ત માહિતી મેળવવામાં સફળ રહ્યા હતા. બાઈડેન વહીવટીતંત્રના તેમને અવરોધિત કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે.  

આ ત્રણ અધિકારીઓએ કહ્યું હતું કે, ચીન જ આ બલૂનને નિયંત્રિત કરી રહ્યું હતું અને તે ઘણી સંવેદનશીલ જગ્યાઓ પર ઘણી વખત ઉડ્યું. તે રિયલ ટાઈમમાં માહિતી એકઠી કરીને ચીનને મોકલતું હતું. ચીને જે ગુપ્ત માહિતી મેળવી હતી તે મોટાભાગે ઈલેક્ટ્રોનિક સિગ્નલોમાંથી મળી હતી. આ વેપન્સ સિસ્ટમ્સ અથવા બેઝ કર્મચારીઓના સંચાર દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તેમાં ફોટાની કોઈ જરૂર નથી.

મોન્ટાનામાં પણ જોવા મળ્યું હતું બલૂન

આ ચીની જાસૂસી બલૂનને સંવેદનશીલ બેલિસ્ટિક મિસાઇલ સાઇટ મોન્ટાના ઉપરથી પસાર થતો પણ જોવા મળ્યું હતું. જોકે, સ્પષ્ટતા આપતા ચીને એમ પણ કહ્યું હતું કે, તે જાસૂસી બલૂન નથી. આ એક નાગરિક વિમાન છે, જેને સંશોધનના હેતુથી મોકલવામાં આવ્યું હતું. જોકે, અધિકારીઓનો અંદાજ છે કે ચીને કદાચ અમેરિકા જેટલું ધારી રહ્યું છે તેના કરતાં પણ વધુ માહિતી મેળવી લીધી છે.

યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે આ મામલે તેના નિવેદનને પુનરાવર્તિત કર્યું જે તેણે ફેબ્રુઆરીમાં આપ્યું હતું. નિવેદન અનુસાર, ચીને ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે મોકલેલા બલૂનની સીમાઓ જાણી શકાતી નથી. ચીન પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં ઉપગ્રહોનો ઉપયોગ કરીને ગુપ્ત માહિતી એકત્ર કરવામાં સક્ષમ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?Salman Khan Threaten Call : ફરી સલમાન ખાનને ધમકી, 'જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈ માફી માંગે'Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિAmreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
'સિંઘમ અગેન'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, રીલિઝના ચાર દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ
'સિંઘમ અગેન'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, રીલિઝના ચાર દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ
2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
Weather Alert: દેશના આ રાજ્યોમાં  15  નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી,   IMDએ જાહેર કર્યું એલર્ટ
Weather Alert: દેશના આ રાજ્યોમાં 15 નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી, IMDએ જાહેર કર્યું એલર્ટ
Citadel Honey Bunny Screening: સિલ્વર ડ્રેસમાં સામંથા રૂથ પ્રભુનો બોલ્ડ અંદાજ, ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યા વરુણ ધવન
Citadel Honey Bunny Screening: સિલ્વર ડ્રેસમાં સામંથા રૂથ પ્રભુનો બોલ્ડ અંદાજ, ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યા વરુણ ધવન
Embed widget