શોધખોળ કરો
અમેરિકામાં કોરોના વાયરસનો કહેર યથાવત, એક જ દિવસમાં સૌથી વધુ 1480નાં મોત
અમેરિકામાં કોરોના વાયરસે પોણા ત્રણ લાખ લોકોને પોતાની ઝપેટમાં લઇ લીધા છે. તે સિવાય અત્યાર સુધીમાં 7406 લોકોના મોત થયા છે.

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા કોરોના વાયરસ સામે લાચાર સાબિત થઇ રહ્યો છે. અમેરિકામાં શુક્રવારે સૌથી વધુ 1480 લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોના વાયરસે પોણા ત્રણ લાખ લોકોને પોતાની ઝપેટમાં લઇ લીધા છે. તે સિવાય અત્યાર સુધીમાં 7406 લોકોના મોત થયા છે.
જ્યારે અન્ય દેશોની વાત કરીએ તો કોરોના વાયરસના પોઝિટીવ કેસ મામલે જર્મનીએ ચીનને પાછળ છોડી દીધું છે. શુક્રવારે સાંજ સુધીમાં જર્મનીમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 89,451 પર પહોંચી ગઇ છે. જ્યારે ચીનમાં અત્યાર સુધીમાં કુલ 81,620 કેસ નોંધાયા છે. કોરોના વાયરસથી ઇટાલી અને સ્પેન સૌથી વધુ પ્રભાવિત છે.
અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીના કહેવા પ્રમાણે, અત્યાર સુધીમાં 10 લાખથી વધુ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે અને ઝડપથી તેમાં વધારો થઇ રહ્યો છે. અનેક દેશોમાં આર્થિક અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ભારે સંકટ પેદા થયુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ગુજરાત
સુરત
Advertisement
