માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો: સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીથી માસૂમ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
સ્કૂલ વેનમાં બાળકોને શાળામાં મોકલતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીનો ભોગ માસૂમ વિદ્યાર્થિની બની હતી.

સુરત: સ્કૂલ વેનમાં બાળકોને શાળામાં મોકલતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીનો ભોગ માસૂમ વિદ્યાર્થિની બની હતી. નીચે ઉતરેલી બાળકીને સ્કૂલ વાન ચાલકે ઢસડતા ગંભીર ઈજા પહોંચી છે. આગળની સીટ પર બેસેલી બાળકી નીચે ઉતરતા જ ડ્રાઈવરે વાન હંકારી હતી જેમાં બાળકીને ટક્કર માર્યા બાદ આગળ સુધી ઢસડીને લઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી.
માથા અને હાથના ભાગે ઈજા પહોંચી છે
સ્કૂલ વેન ચાલકની આ ગંભીર બેદરકારીમાં બાળકીને માથા અને હાથના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાઈ છે. ઘોડદોડ રોડ વિસ્તારમાં બનેલી આ ઘટના સીસીટીવી વાયરલ થયા છે.
ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી
સુરતમાં સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. આ બેદરકારીનો ભોગ માસુમ વિદ્યાર્થીની બની હતી. ઘોડદોડ રોડ વિસ્તારની આ ઘટના છે. અહીં સ્કૂલ વેનમાંથી ઉતરેલી માસુમ બાળકીને જ વેન ચાલક ઢસડી હતી. બાળકીને માથાના અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. સારવાર અર્થે બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. નજીકના ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી છે.
આ અકસ્માતની ઘટનામાં બાળકીનો ચમત્કારીક બચાવ થયો
આ અકસ્માતમાં સ્થળ પર રહેલા અન્ય સ્કૂલ વેન ચાલકોની નજર પડતા દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક બાળકીને ઊંચકી સારવાર માટે હોસ્પિટલ લઈને દોડ્યા હતા. સમગ્ર ઘટનાના હચ મચાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બાળકીનો હાલ ચમત્કારિક બચાવ થયો છે. પરંતુ બાળકીને હાથ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. સ્કૂલ વેનની બેદરકારીના પગલે લોકો તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. બાળકીનો ચમત્કારિક બચાવ થતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. પંરતુ સ્કૂલ વેનમાં પોતાના બાળકોને મોકલતા માતા-પિતા માટે આ ચેતવણીરુપ કિસ્સો છે.
વડોદરામાં સ્કૂલવેનમાંથી બાળકો નીચે પટકાયા હતા
માતા-પિતા બાળકોને સ્કૂલે મુકવા-લેવા અથવા સ્કૂલ વાનમાં સ્કૂલે મોકલી રહ્યા છે, ત્યારે થોડા મહિનાઓ પહેલા વડોદરામાં સ્કૂલ વાન ચાલકની મોટી બેદરકારીનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં બે બાળકીઓ સ્કૂલ વાનમાંથી રોડ પર પટકાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં એક સ્કૂલ વાન સોસાયટીમાં પૂરપાટ ઝડપે નીકળતી હોય છે ત્યારે અચાનક ચાલુ ઈકો વાનમાંથી બે બાળકીઓ નીચે પટકાય હતા. આ પુરી ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
