Shaktisinh Gohil: 64 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે
કોંગ્રેસ પાર્ટીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આજે જાહેરાત કરતાં કહ્યું કે, આ વખતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળશે. શક્તિસિંહ આ વાતની માહિતી આપતા જણાવ્યું કે, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આ વખતે અમદાવાદમાં આગામી 8 અને 9 એપ્રિલે મળશે. રાષ્ટ્રીય અધિવેશનને લઈને પ્રદેશ કોંગ્રેસે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ખાસ વાત છે કે, આ અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતનાઓ અમદાવાદમાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી કોંગ્રેસના મોટા મોટા નેતાઓ અમદાવાદમાં હાજરી આપવા પહોંચશે. મહત્વનું છે કે, 1961માં ભાવનગરમાં કોંગ્રેસનું બીજુ રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતુ, ત્યારે પછી 64 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળી મળી રહ્યું છે. વર્ષ 1961 બાદ હવે 2025 એપ્રિલમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળશે. અધિવેશનને લઇને શક્તિસિંહે જણાવ્યું કે, મહાત્મા ગાંધી મંદિર ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળે તેવી માગ કરી હતી.



















