શોધખોળ કરો
Advertisement
અમેરિકા ચૂંટણીઃ બાઇડેન જો જીતશે તો ફેરવી દેશે ટ્રમ્પના આ મોટા નિર્ણયો, અમેરિકા સહિત આખી દુનિયા પર પડશે આની અસર
બાઇડેને ટ્રમ્પના જે ફેંસલાઓને પલટવાની વાત કરી છે તેમા અમેરિકન ઘરેલુ મામલાથી લઇને વિદેશ નીતિ સાથે જોડાયેલા મામલા સામેલ છે. અમે તમને બતાવી રહ્યાં છે કે બાઇડેન કયા નિર્ણયોને પલટવાની વાત કરી છે
વૉશિંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિની રેસમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેને ડોનાલ્ડ ટ્રમ્પને પાછળ પાડી દીધા છે. જો બાઇડેન ચૂંટણી જીતે છે તો આની અસર આખી દુનિયા પર પડશે. બાઇડેન જાહેર કરી ચૂક્યા છે કે સત્તામાં આવ્યા બાદ તે ટ્રમ્પના કેટલાય ફેંસલાઓને ફેરવી નાંખશે.
બાઇડેને ટ્રમ્પના જે ફેંસલાઓને પલટવાની વાત કરી છે તેમા અમેરિકન ઘરેલુ મામલાથી લઇને વિદેશ નીતિ સાથે જોડાયેલા મામલા સામેલ છે. અમે તમને બતાવી રહ્યાં છે કે બાઇડેન કયા નિર્ણયોને પલટવાની વાત કરી છે.
બાઇડ઼ેન કરી ચૂક્યા છે કે તેમની સરકાર બન્યા બાદ અમેરિકા પેરિસ એગ્રીમેન્ટમાં પરત ફરશે, ત્રણ વર્ષ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે આને રદ્દ કર્યો હતો.
ટ્રમ્પે વર્ષ 2017માં સાત મુસ્લિમ દેશોના નાગરિકો પર અમેરિકામાં સફર કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. બાઇડેન સત્તામાં આવ્યા બાદ આ ફેંસલાને પલટવાની વાત કહી ચૂક્યા છે.
રેફ્યૂજી નીતિને લઇને પણ બાઇડેન ટ્રમ્પ અલગ અલગ મતો રાખે છે, ખરેખરમાં ટ્રમ્પે અમેરિકાની રેફ્યૂજી નીતિ પર કડક વલણ અપનાવ્યુ. પરંતુ જો બાઇડેનનુ કહેવુ છે કે તે અમેરિકાને રેફ્યૂજીયો માટે ખુલ્લુ રાખશે, અન કાર્યકાળના પહેલા જ વર્ષમાં સવા લાખ રેફ્યૂજી માટે કેમ્પ બનાવડાવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઇમીગ્રેશનને લઇને પ્રતિબંધ લગાવ્યો છે. બાઇડેને આ ફેંસલા પર ફરીથી વિચાર કરવાની વાત કહી છે. આમાં H1B વિઝાથી લઇને કરવામાં આવેલા નિર્ણયો પણ સામેલ છે, જે ભારત માટે ખુબ મહત્વનુ છે.
ડોનાલ્ડ ટ્રમ્પના ઇમીગ્રેશન પર ફેંસલાનુ કારણ અમેરિકન બોર્ડર પર વસેલા કેટલાય પરિવારો અલગ થઇ ગયા હતા. બાઇડેને કહ્યુ તે સત્તામાં આવવાથી કાયદામાં ફેરફાર કરીને આ પરિવારોને મળાવશે.
બાઇડેને અમેરિકાના લોકો માટે ફ્રી કોરોના ટેસ્ટિંગ, હેલ્થકેરના કાયદામાં ફેરફાર કરવાની વાત કહી છે. આ મુદ્દા પર ટ્રમ્પે અલગ ફેંસલો લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion