શોધખોળ કરો
US Elections: અમેરિકામાં સત્તા સમીકરણોમાં મહત્ત્વનું છે ‘સમોસા કોક્સ’, જાણો તેના વિશે
અમેરિકામાં સમોસા કોક્સની કહાની વર્ષ 2016માં શરૂ થઈ હતી જ્યારે પ્રથમ વખત અમેરિકાની સંસદમાં 5 ભારતીય મૂળના સાંસદ ચૂંટાઈ આવ્યા હતા.
![US Elections: અમેરિકામાં સત્તા સમીકરણોમાં મહત્ત્વનું છે ‘સમોસા કોક્સ’, જાણો તેના વિશે us elections know about samosa caucus club of us US Elections: અમેરિકામાં સત્તા સમીકરણોમાં મહત્ત્વનું છે ‘સમોસા કોક્સ’, જાણો તેના વિશે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/06160614/samosa.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
US Elections: અમેરિકામાં ભારતીય ફૂડ ખૂબ લોકપ્રિય છે. સમોસા પણ તેમાં સામેલ છે. ગરમ ગરમ સમાસો વિશ્વભરમાં ભારતની ઓળખ છે. હવે ભારતના ઢોસા અને સમોસા અમેરિકાની રાજનીતિમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છે. જે કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બની શકે છે તેમનો સંબંધ સમોસા અને ઢોસા બન્ને સાથે છે. હિંદૂ નામવાળા કમલા હૈરિસને ઢોશા બનાવવા પસંદ છે અને તે અમેરિકામાં ભારતીય મૂળના સમોસા કોક્સનો મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યા છે.
સમોસા કોક્સની કહાની શું છે?
અમેરિકામાં સમોસા કોક્સની કહાની વર્ષ 2016માં શરૂ થઈ હતી જ્યારે પ્રથમ વખત અમેરિકાની સંસદમાં 5 ભારતીય મૂળના સાંસદ ચૂંટાઈ આવ્યા હતા. જે મોટે ભાગે મુલાકાત લેતા હતા. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ પ્રથમ વખત આ ક્લબનું નમ સમોસા કોક્સ રાખ્યું હતું. જેના એક મહત્ત્વના સભ્ય અમેરિકાના આગામી ઉપરાષ્ટ્રપતિ બની શકે છે.
આ ચૂંટણીમાં ભારતીય મૂળના લોકોએ બનાવ્યો નવો રેકોર્ડ
કમલા હૈરિસની જેમ જ 2020ના અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની ચૂંટણીમાં સમોસા કોક્સ ક્લબના 4 સભ્ય ફરી ચૂંટાઈ આવ્યા છે. જે એક રેકોર્ડ છે. કેલિફોર્નિયાથી 17 કોંગ્રેશ્નલ ડિસ્ટ્રિક્સ પર તો બે ભારતીય મૂળના ઉમેદવાર આમને સામને હતા. ડેમોક્રેટિક પાર્ટીના રો ખન્નાને રિપબ્લિકન પાર્ટીના રિતેશ ટંડનને હરાવ્યા હતા. અમેરિતાના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય મૂળના 11 ઉમેદવાર અમેરિકાના સંસદની ચૂંટણી લડી છે. ઉપરાંત અમેરકિના જુદા જુદા રાજ્યોની સંસદમાં અંદાજે એક ડઝન જેટલા ભારતીય મૂળના લોકો ચૂંટાઈ આવ્યા છે જે પણ એક રેકોર્ડ છે.
અમેરિકા સમોસા કોક્સ ચારે બાજુ ફેલાયેલ છે, જેના મૂળમાં અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકો છે જે માત્ર અમેરિકાની મોટી મોટી કંપનીઓ જ નથી ચલાવી રહ્યા પરંતુ સાથે સાથે રાજનીતિક રીતે પણ સક્રિય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રાઇમ
અમદાવાદ
અમદાવાદ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)