US: મિસિસિપીમાં પ્લેન હાઈજેકના સમાચાર, દાવો- પાયલટ શોપિંગ સેન્ટર પર ક્રેશ કરવાની આપી રહ્યો છે ધમકી
અમેરિકાના મિસિસિપી(Mississippi)માં એક પ્લેન હાઇજેક (Plane Hijacking)થયાના સમાચાર છે. રિપોર્ટ અનુસાર, પાયલોટ શોપિંગ સેન્ટરમાં પ્લેન ક્રેશ થવાની ધમકી આપી રહ્યો છે.
America Plane Hijacking: અમેરિકાના મિસિસિપી(Mississippi)માં એક પ્લેન હાઇજેક (Plane Hijacking)થયાના સમાચાર છે. રિપોર્ટ અનુસાર, પાયલોટ શોપિંગ સેન્ટરમાં પ્લેન ક્રેશ થવાની ધમકી આપી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે એક પાયલોટે મિસિસિપીના તુપેલોમાં સ્થાનિક વોલમાર્ટમાં ઇરાદાપૂર્વક પ્લેન ક્રેશ કરવાની ધમકી આપી છે.
પાયલોટે પ્લેન ક્રેશ થવાની ધમકી આપ્યા બાદ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાયલોટે વોલમાર્ટમાં પ્લેન ક્રેશ કરવાની ધમકી આપ્યા બાદ પોલીસે મિસિસિપીમાં સ્ટોર્સ પણ ખાલી કરાવ્યો છે.
ઇમરજન્સી સેવાના કર્મચારીઓ હાઇ એલર્ટ પર છે
અમેરિકાના મિસિસિપી રાજ્યમાં પોલીસનું કહેવું છે કે એક પ્લેનના પાયલોટે તેના પ્લેનને શોપિંગ સેન્ટરમાં ક્રેશ કરવાની ઇરાદાપૂર્વક ધમકી આપ્યા બાદ એજન્સીઓ અને તુપેલોમાં ઇમરજન્સી કર્મચારીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ અધિકારીઓ પાયલટના સંપર્કમાં છે.
પ્લેન ક્રેશ કરવાની ધમકી
ધ વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે એક નાનું ખાનગી વિમાન ઉડાડતો પાઇલટ શનિવારે વહેલી સવારે ટુપેલો ઉપર આકાશમાં ચક્કર લગાવી રહ્યો હતો અને વોલમાર્ટ (Walmart) સ્ટોર પર પ્લેનને ક્રેશ કરવાની ધમકી આપી રહ્યો હતો. તુપેલો પોલીસ વિભાગે જણાવ્યું હતું કે તેને સવારે 5 વાગ્યે અહેવાલો મળ્યા હતા કે વિમાન શહેરની ઉપર ઉડી રહ્યું છે.
વોલમાર્ટ પાસેના ગેસ સ્ટેશનને ખાલી કરાવ્યું
પોલીસે કહ્યું કે તેઓએ પાઈલટ સાથે સીધી વાત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અધિકારીઓ વોલમાર્ટ (Walmart) અને નજીકના ગેસ સ્ટેશનને ખાલી કરાવવા અને શક્ય તેટલા લોકોને વિખેરવાનું કામ કરી રહ્યા હતા. ફેસબુક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી બધું સ્પષ્ટ ન થાય ત્યાં સુધી નાગરિકોને આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.