શોધખોળ કરો
Advertisement
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું નિધન, હોસ્પિટલમાં હતા દાખલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈ રોબર્ટ ટમ્પના નિધનના સમાચાર સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું શનિવારે રાતે ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈ રોબર્ટ ટમ્પના નિધનના સમાચાર સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું શનિવારે રાતે ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. 71 વર્ષના રોબર્ટ ગંભીર રૂપથી સારવાર ચાલી રહી હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક નિવેદનમાં વ્યક્તિગત રૂપથી આની જાણકારી આપી છે. આ પહેલા શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાઈ સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પને ચાર ભાઈ-બહેન છે. રોબર્ટ, ડોનાલ્ડ ટ્રમ્પની બહુ જ નજીક હતો.
વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, હું બહુ જ દુખી મનની સાથે તમને માહિતી આપું છું કે મારા ભાઈ રોબર્ટનું આજે રાતે નિધન થયું છે.
તેઓ ફક્ત મારા ભાઈ જ નહીં પરંતુ મારા સારા મિત્ર પણ હતાં. તેમનું બહુ જ યાદ આવશે પરંતુ અને ફરીથી મળીશું. તેમની યાદો મારા દિલમાં હંમેશા રહેશે. રોબર્ટ હું તને બહુ જ પ્રેમ કરું છું. ઈશ્વર તારા આત્માને શાંતિ આપે,
ઈવાંકા ટ્રમ્પે પોતાના ટ્વિટર પર લખ્યું હતું કે. અંકલ રોબર્ટ, અમે તમને પ્રેમ કરીએ છીએ. તમે હંમેશા અમારા દિલમાં છો.Uncle Robert, we love you. You are in our hearts and prayers, always.
— Ivanka Trump (@IvankaTrump) August 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement