શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં Coronaથી 2000 વધુ લોકોના મોત, Trumpએ કહ્યું, Quarantineની નથી જરૂર
અમેરિકામાં કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,24,000ને પાર કરી ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા 2190 પર પહોંચી છે.
વોશિંગ્ટનઃ કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં સાડા છ લાખથી વધારે લોકો તેનાથી સંક્રમિત થયા છે અને 30 હજારથી વધારેના મોત થયા છે. ભારતમાં પણ કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1100 નજીક પહોંચી ગઈ છે. અમેરિકામાં કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,24,000ને પાર કરી ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા 2190 પર પહોંચી છે.
અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના વાયરસની ઝપેટમાં આવીને મોતને ભેટનારા લોકોની સંખ્યા 650ને વટાવી ગઈ છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, દેશમાં હાલ ક્વોરન્ટાઈનની કોર જરૂર નથી. વ્હાઇટ હાઉસની કોરોના વાયરસ ટાસ્ક ફોર્સે ન્યૂયોર્કમાં ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડવાનો આદેશ આપ્યો છે.
અમેરિકન અધિકારીએ શુક્રવારે કહ્યું કે, અમે સીધા ભારતથી અમેરિકા પરત લાવવા માટે અમેરિકન અને વિદેશી ઉડાન સેવાઓ સાથે વાત કરી રહ્યા છીએ. ભારત અને અમેરિકા બંને દેશો તરફથી મંજૂરી મળવામાં થોડો સમય લાગશે. કોરોના વાયરસની મહામારીને રોકવા ભારતે તમામ ઉડાનો રદ્દ કરવાની સાથે દેશભરમા Lockdown લાગુ કરી દીધું છે. જોકે કોરોનાને લઈ કેટલીક અફવા પણ ફેલાઈ છે. કોરોના વાયરસ હવાથી ફેલાતો હોવાની વાતનું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ખંડન કર્યુ છે.
WHOએ શું કરી સ્પષ્ટતા
WHO અનુસાર જો કોઈ સંક્રમિત વ્યક્તિના 1 મીટરની અંદર સ્વસ્થ વ્યક્તિ ઉભો રહે તો કોરોના વાયરસ શ્વાસ દ્વારા તેના શરીરમાં જઈ શકે છે. આ રીતે કોઈ સંક્રમિત વ્યક્તિના થૂંકના કણ પડ્યા હોય અને કોઈ વ્યક્તિ તેને સ્પર્શ કર્યા બાદ પોતાના આંખ, નાક કે મોંને સ્પર્શી લે તો પણ વાયરસ તેના હાથ દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. તેથી સમયાંતરે હાથ ધોતા રહેવા જરૂરી છે.
Coronavirus: દેશમાં 15 માર્ચ બાદ કોરોનાએ પકડી સ્પીડ, જાણો વિગતે
મુંબઈઃ 4 ડોકટર્સ પણ આવ્યા Coronaની ઝપેટમાં, જાણો કેવી રીતે લાગ્યો ચેપ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement