શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 60 દિવસ સુધી ગ્રીન કાર્ડ આપવા પર લગાવી રોક, ભારતીયોને થશે સૌથી વધુ અસર
અમેરિકામાં સંક્રમિત લોકોની સંખ્યા 8,19,164 છે. જ્યારે 45,340 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. જોકે 82,973 લોકો આ મહામારીથી રિકવર થયા છે.
વોશિંગ્ટનઃ કોરોનાના કહેર વચ્ચે અમેરિકામાં વસવાની રાહ જોઈ રહેલા ભારતીયો માટે માઠા સમાચાર છે. કોરોના વાયરસથી અમેરિકામાં આવેલી આર્થિક મંદીના કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 60 દિવસ માટે ગ્રીન કાર્ડ પર રોક લગાવી દીધી છે. તેમણે કહ્યું કે, આ પગલાથી અમેરિકામાં અસ્થાયી પ્રવેશ કરતાં લોકોને કોઈ અસર નહીં પડે.
ટ્રમ્પના આ ફેંસલાથી ગ્રીન કાર્ડની પ્રતિક્ષા કરી રહેલા મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકન લોકો પર અસર પડશે. હવે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં વધારે વિલંબ થવાની શક્યતા છે. ટ્રમ્પે કોરોના વાયરસ પર વ્હાઇટ હાઉસમાં મીડિયાને જણાવ્યું કે, આપણે પહેલા અમેરિકન લોકોનું ધ્યાન રાખવું જોઈએ. આ રોક 60 દિવસ સુધી લાગુ રહેશે.
જીવલેણ કોરોના વાયરસનો સૌથી વધારે પ્રકોપ વિશ્વના સૌથી પારવફુલ દેશ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 2700થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે જ અમેરિકામાં મરનારા લોકોની સંખ્યા 45 હજારને પાર કરી ગઈ છે. અમેરિકા કોરોના સંક્રમણના કેસમાં પણ ટોપ પર છે. દેશમાં અત્યાર સુધી 8 લાખ લોકો સંક્રમિત થયા છે.
અમેરિકામાં સંક્રમિત લોકોની સંખ્યા 8,19,164 છે. જ્યારે 45,340 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. જોકે 82,973 લોકો આ મહામારીથી રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 6,90,851 લોકોની સારવાર ચાલી રહી છે એટલે કે કોરોનાના એક્ટિવ કેસ છે.જીવલેણ કોરોના વાયરસનો સૌથી વધારે પ્રકોપ વિશ્વના સૌથી પારવફુલ દેશ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 2700થી વદારે લોકોએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે જ અમેરિકામાં મરનારા લોકોની સંખ્યા 45 હજારને પાર કરી ગઈ છે. અમેરિકામાં સેક્રમણના કેસ પણ ટોપ પર છે. દેશમાં અત્યાર સુધી 8 લાખ લોકો સંક્રમિત થયા છે. ગુજરાતીઓની વસતિવાળા આ શહેરો મોખરે અમેરિકામાં સૌધી વધારે કહેર ગુજરાતીઓની મોટી વસતી છે તેવા ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં જોવા મળી રહ્યો છે. ન્યૂયોર્ક પર શહેર પર જોવા મળી રહ્યો છે. એકલા ન્યૂયોર્કમાં અત્યાર સુધીમાં 19,693 લોકોના મોત થયા છે. જ્યારે શહેરમાં અત્યાર સુધીમાં 2,56,555 કેસ સામે આવ્યા છે. ન્યૂયોર્ક બાદ બીજા નંબર પર ન્યૂજર્સી છે, જ્યાં અત્યાર સુધી 4,753 લોકોના મોત થયા છે. જ્યારે 92,387 કેસ સામે આવ્યા છે.I will be issuing a temporary suspension of immigration into United States. This pause will be in effect for 60 days, after which the need for any extension or modification will be evaluated based on economic conditions at the time: US President Donald Trump pic.twitter.com/sjMpGK6FkF
— ANI (@ANI) April 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion