શોધખોળ કરો
Advertisement
કોરોનાનો કહેરઃ છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં થયા રેકોર્ડ 2228 લોકોના મોત, સંક્રમિત દર્દીની સંખ્યા 6 લાખને પાર
અમેરિકામાં હાલમાં સંક્રમણના 6,13,886 કેસ છે. તેમાંથી 5,49,019 એક્ટિવ છે, જ્યારે 13,473 ગંભીર રીતે બીમાર છે.
વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી પાવરફુલ દેશ અમેરિકામાં હાલમાં જીવલેણ કોરોના વાયરસનો સૌથી વધારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2228 લોકોના મોત થયા છે, જે એક જ દિવસમાં સૌથી વધારે મોત હોવાનો રેકોર્ડ છે. દેશમાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધારે કેસ પણ છે.
દેશમાં હજુ સુધી 26 હજારથી વધારે મોત
વેબસાઈટ વર્લ્ડઓમીટર અનુસાર, અમેરિકામાં હાલમાં સંક્રમણના 6,13,886 કેસ છે. તેમાંથી 5,49,019 એક્ટિવ છે, જ્યારે 13,473 ગંભીર રીતે બીમાર છે. દેશમાં હજુ સુધી 26,047 લોકોના મોત થયા છે, જે કોઈપણ દેશમાં સૌથી વધારે છે. વેબસાઇટ અનુસાર અમેરિકામાં હજુ સુધી 38,820 લોકો રિકવર થઈ ગયા છે.
સંક્રમણના સૌથી વધારે કેસ ન્યૂયોર્કમાં
જણાવીએ કે, દેશમાં 26,047 લોકોના મોત થયા છે તેમાં સૌથી વધારે મોત ન્યૂયોર્ક શહેરમાં થયા છે. ન્યૂયોર્કમાં હજુ સુધી 10,834 લોકોના મોત થયા છે. સહેરમાં સંક્રમણના સૌથી વધારે 2,03,123 કેસ છે.
વિશ્વમાં અંદાજે 20 લાખ સંક્રમણના કેસ
કોરોના વાયરસ સંક્રમણના વૈશ્વિક આંકડા વધીને 20 લાખ થઈ ગયા છે. મહામારીથી સંક્રમિત થયેલ લોકોના કુલ આંકડા 19,98,111 છે, જ્યારે 1,26,604 લોકોના મહામારીને કારણે મોત થયા છે. અમેરિકા બાદ 1,74,60 કેસ સાથે સ્પેન બીજા નંબર પર છે, જ્યારે મોતના મામલે ઇટલી બીજા નંબર પર છે. ઇટલીમાં અત્યાર સુધીમાં 21,067 લોકોના મોત થયા છે. સ્પેનમાં 18,255 મોતની સાથે ત્રીજા નંબર પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement