શોધખોળ કરો

Coronavirus: અમેરિકામાં ફરી વધ્યા કોરોનાના કેસ, ચાર સપ્તાહમાં એક લાખ 30 હજાર બાળકો થયા સંક્રમિત

અમેરિકામાં કોરોનાના નવા વેરિઅન્ટના  કારણે બાળકોમાં સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થયો છે.

વિશ્વભરમાં કોરોના મહામારી સામે યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. ભારત સહિત મોટા ભાગના દેશોમાં કોવિડને લગતા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ સરકાર તેને રોકવા માટે દરેક પગલા લઈ રહી છે. આ દરમિયાન અમેરિકાથી આવી રહેલા રિપોર્ટે દરેક માટે ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. અમેરિકામાં કોરોનાના નવા વેરિઅન્ટના  કારણે બાળકોમાં સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થયો છે.

એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં છેલ્લા 4 અઠવાડિયામાં 1 લાખ 30 હજાર બાળકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. આ આંકડો વધે તેવી શક્યતા છે. અમેરિકામાં પુખ્ત વયના લોકોની સાથે બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવી છે, તેમ છતાં ત્યાં બાળકોમાં કોરોના સંક્રમણના વધુ કેસ જોવા મળી રહ્યા છે. માહિતી અનુસાર, કોવિડ-19ની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશમાં લગભગ 1.53 કરોડ બાળકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. રિપોર્ટ અનુસાર, લગભગ 80 ટકા અમેરિકન લોકો કે જેમને પહેલાથી કોવિડ થયો છે, તેઓ ફરી એકવાર આ પ્રકારથી સંક્રમિત થઈ શકે છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

મંગળવારે (21 ફેબ્રુઆરી) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, ભારતમાં 95 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે હવે એક્ટિવ  કેસોની સંખ્યા વધીને 1,921 થઈ ગઈ છે.

મંત્રાલયે કહ્યું કે કોરોના  કેસોની સંખ્યા 4.46 કરોડ નોંધાઈ છે જ્યારે રિકવરી રેટ 98.81 ટકા નોંધાઇ છે. કોરોનામાંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 4,41,42,460 થઈ ગઈ છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના કુલ 220.63 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

Joe Biden : ઘોર અંધારી રાત...10 કલાક ટ્રેનની મુસાફરી...બાઈડેન ખતરનાક યુક્રેન યાત્રાની ઈનસાઈડ સ્ટોરી

US President Joe Biden Visits Ukraine : યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને 24 ફેબ્રુઆરીએ એક વર્ષ થશે. યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવાના ચાર દિવસ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અચાનક યુક્રેનની રાજધાની કિવ પહોંચી ગયા. બાઈડેનનું આ રીતે યુક્રેન આવવું દુનિયા આખી માટે ચોંકાવનારું હતું. અમેરિકન મીડિયાનો દાવો છે કે કોઈને પણ એવી ગણતરી નહોતી કે રાષ્ટ્રપતિ આ રીતે કિવ પહોંચશે. કિવમાં બાઈડેનનું આગમન ચોક્કસપણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ગુસ્સે કરવા માટેનું પગલું છે. ઘણા લોકો આ પગલાને ખૂબ જ જટિલ અને મુશ્કેલ ઘટનાક્રમ ગણાવી રહ્યા છે.

એરફોર્સ વનને બદલે ટ્રેન શા માટે પસંદ કરવામાં આવી? 

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન હાલમાં વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. જ્યારે પણ બાઈડેન વિદેશ પ્રવાસ માટે નીકળે છે ત્યારે તે હંમેશા એક હરતા ફરતા કિલ્લા જેવા દેખાતા એરફોર્સ વનમાં મુસાફરી કરે છે. પરંતુ આ વખતે તે 10 કલાકની મુસાફરી કરીને કિવ પહોંચ્યો અને તે પણ ટ્રેનમાં. એક જાણીતા અંગ્રેજી સમાચારપત્રના રિપોર્ટ અનુસાર, બાઈડેન પહેલા ટ્રાન્સ-એટલાન્ટિક ફ્લાઈટ દ્વારા પોલેન્ડ પહોંચ્યા અને ત્યાર બાદ ત્યાંથી તેઓ ટ્રેન દ્વારા બોર્ડર ઓળંગીને યુક્રેન પહોંચ્યા. ઘણા નિષ્ણાતો બાઈડેનની આ ગુપ્ત મુલાકાતને યુદ્ધ દરમિયાન શરૂ થયેલી એક મહાન પરંપરા ગણાવી રહ્યા છે

પત્રકારોને ફોન કરીને બોલાવ્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
Embed widget