US માં ટ્રમ્પની મોટી કાર્યવાહી: 100,000 વિઝા રદ! ભારતીયો અને વિદ્યાર્થીઓ પર વધ્યું ટેન્શન
US Visa Cancellation 2026: અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે કરી જાહેરાત; વિઝા પૂરા થયા પછી રોકાઈ ગયેલા અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો પર તવાઈ, બિડેન સરકાર કરતા બમણી કાર્યવાહી.

US Visa Cancellation 2026: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના વહીવટીતંત્રે સત્તામાં આવતાની સાથે જ ઇમિગ્રેશનના કાયદાઓ પર પોતાની પકડ મજબૂત કરી દીધી છે. સોમવારે (12 January, 2026) યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ (US State Department) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓએ હજારો વિદેશી નાગરિકોની ઊંઘ હરામ કરી દીધી છે. અમેરિકી સરકારે અત્યાર સુધીમાં 100,000 થી વધુ વિઝા રદ (Visa Cancellations) કર્યાની સત્તાવાર જાહેરાત કરી છે. આ કાર્યવાહીમાં વિદ્યાર્થીઓથી લઈને પ્રવાસીઓ સુધીના સૌ કોઈ ઝપેટમાં આવી ગયા છે, જેના કારણે અમેરિકામાં વસતા અથવા જવા માંગતા ભારતીયો માટે પણ ચિંતાના વાદળો ઘેરાયા છે.
કોના વિઝા થયા રદ? ચોંકાવનારા આંકડા
સરકારી રિપોર્ટ અનુસાર, રદ કરાયેલા વિઝામાં સૌથી મોટો વર્ગ એવા લોકોનો છે જેઓ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.
Student Visa: આશરે 8,000 વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે.
Special Category: આશરે 2,500 વિઝા વિશેષ શ્રેણીના છે, જેમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોનો સમાવેશ થાય છે.
Drug Charges: ડ્રગ્સના ઉપયોગ અને હેરફેરના આરોપસર આશરે 500 વિદ્યાર્થીઓના વિઝા તાત્કાલિક અસરથી રદ કરાયા છે.
વિઝા રદ થવા પાછળના મુખ્ય કારણો
તમને થતું હશે કે અચાનક આટલા મોટા પાયે કાર્યવાહી કેમ? સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, મોટાભાગના કેસોમાં 'ઓવરસ્ટે' (Visa Overstay) મુખ્ય કારણ છે. એટલે કે, બિઝનેસ કે ટુરિસ્ટ વિઝા પર આવેલા લોકો વિઝાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રોકાઈ રહ્યા હતા. આ ઉપરાંત દારૂ પીને વાહન ચલાવવું (DUI), મારામારી, ચોરી, છેતરપિંડી અને બાળ શોષણ જેવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે નાગરિકોની સુરક્ષા માટે આવા તત્વોને દેશનિકાલ (Deportation) કરવામાં આવશે.
🚨BREAKING: The State Department has now revoked over 100,000 visas, including some 8,000 student visas and 2,500 specialized visas for individuals who had encounters with U.S. law enforcement for criminal activity.
— Department of State (@StateDept) January 12, 2026
We will continue to deport these thugs to keep America safe. pic.twitter.com/wuHVltw1bV
બિડેન સરકાર કરતા બમણી કાર્યવાહી
'ફોક્સ ન્યૂઝ' (Fox News) ના અહેવાલ મુજબ, વર્ષ 2025-26 માં રદ થયેલા વિઝાની સંખ્યા ઐતિહાસિક સ્તરે છે. પૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનના કાર્યકાળ (2024) ની સરખામણીએ ટ્રમ્પ સરકારે બમણાથી પણ વધુ વિઝા રદ કર્યા છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ટ્રમ્પ સરકાર રાષ્ટ્રીય સુરક્ષા અને ઇમિગ્રેશન કાયદાના અમલીકરણમાં કોઈ બાંધછોડ કરવા માંગતી નથી.
ભારતીયો માટે ચિંતાનો વિષય?
ટ્રમ્પ સરકારના આ 'ડિજિટલ અને લીગલ સ્ટ્રાઈક'થી ભારતીય સમુદાયમાં પણ ગભરાટ છે. જે ભારતીયો નિયમોનું પાલન કરે છે તેમને ડરવાની જરૂર નથી, પરંતુ જેઓ વિઝાના નિયમો નેવે મૂકીને રોકાયા છે અથવા નાની-મોટી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે, તેમના માટે હવે અમેરિકામાં રહેવું મુશ્કેલ બની જશે. અધિકારીઓએ વિઝા જારી કરવાની પ્રક્રિયા અને સ્ક્રૂટિની (Scrutiny) પણ અત્યંત કડક બનાવી દીધી છે.





















