વિશ્વના આ જાણીતા દેશમાં રસીના બંને ડોઝ લઈ ચૂકેલા 4000 લોકોને થયો કોરોના
અમેરિકામાં કોરોનાના 3.35 કરોડ કરતાં વધારે કેસ છે. જે વિશ્વમાં સૌથી વધુ છે. આ ઉપરાંત 6 લાખથી વધુ લોકોના મોત પણ થયા છે. અમેરિકામાં કેલિફોર્નિયા, ટેક્સાસ, ફ્લોરિડા, ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત રાજ્યો છે.
વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોના મહામારીએ ઘણી નુસાન પહોંચાડ્યું છે. તેમાં અમેરિકા પણ છે. અમેરિકા કોરોનાના કેસ અને મૃતકોની સંખ્યામાં વિશ્વમાં મોખરે છે. અમેરિકામાં મોટાભાગના લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે અને શક્ય તેટલી વહેલે તમામ લોકોને રસી આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો છે.
સ્ટેટ ડિપાર્ટમેંટ ઓફ પબ્લિક હેલ્થના નવા આંકડા મુજબ અમેરિકાના શહેર મેસાચુસેટ્સમાં આશરે 4000 લોકો એવા છે, જેમણે કોવિડ વેક્સિનેશનના બંને ડોઝ લીધા હોવા છતાં કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે તેમ છતાં તંત્ર વધારે ચિંતિત નથી. 30 લાખથી વધારે વસતિવાળા આ શહેરમાં પૂરી રીતે વેક્સીનેશન કરી દેવામાં આવ્યું છે અને તેની વસ્તીમાં 3800 કેસ પોઝિટિવ આવ્યા છે. તેનો મતલબ છે કે દરેક વેક્સિનેટેડ લોકોમાં એક શખ્સ કોરોના પોઝિટિવ છે.
બોસ્ટન યુનિવર્સિટીના એક્સપર્ટ ડેવિડસન હેમરે કહ્યું કે, મોટાભાગના લોકોમાં હળવા લક્ષણ હતા. અપવાદોને બાદ કરતાં અમને આ પ્રકારના કેસની આશા હતી. સીડીસી (સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન)ના કહેવા મુજબ અનેક પ્રકારના સ્ટડીમાં સામે આવ્યું છે કે કોવિડ વેક્સિનના કારણે અનેક લોકો સંક્રમિત થવાની સંભાવના ઘચી જશે, પરંતુ એ પણ સત્ય હકીકત છે કે વેક્સિન 100 ટકા પ્રભાવશાળી નથી.
અમેરિકામાં કોરોનાના 3.35 કરોડ કરતાં વધારે કેસ છે. જે વિશ્વમાં સૌથી વધુ છે. આ ઉપરાંત 6 લાખથી વધુ લોકોના મોત પણ થયા છે. અમેરિકામાં કેલિફોર્નિયા, ટેક્સાસ, ફ્લોરિડા, ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત રાજ્યો છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશભરમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધારે લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી ત્રણ લાખ 90 હજારથી વધારે લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર વિતેલા 24 કલાકમાં 50848 નવા કોરોના કેસ આવ્યા અને 1358 સંક્રમિતોના મોત થયા છે. વિતેલા દિવસે 68817 લોકો કરોનાથી ઠીક પણ થયા છે એટલે કે એક જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 19327 ઘટી ગઈ છે. આ પહેલા સોમવારે 42640 નવા કેસ આવ્યા હતા.