શોધખોળ કરો
Advertisement
ભારતીય અને અમેરિકન કંપનીઓ કેટલી રસી પર કરી રહી છે કામ ? જાણો વિગતે
ટીએસ સિંધૂએ કહ્યું, ત્રણ રસી પર આ કંપનીઓ કામ કરી રહી છે. આપણે પૂરવઠા શ્રુંખલાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છીએ અને આ સંકટમાં ભારતે અમેરિકાને તેનું ઘણું વિશ્વસનીય ભાગીદાર હોવાનું બતાવ્યું છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીને રોકવા માટે ભારતીય અને અમેરિકન કંપનીઓ એક સાથે કામ કરી રહી છે. અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સિંધૂએ આ માહિતી આપી હતી.
ટીએસ સિંધૂએ કહ્યું, ત્રણ રસી પર આ કંપનીઓ કામ કરી રહી છે. આપણે પૂરવઠા શ્રુંખલાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છીએ અને આ સંકટમાં ભારતે અમેરિકાને તેનું ઘણું વિશ્વસનીય ભાગીદાર હોવાનું બતાવ્યું છે. આ મહામારી સામે લડવા અમેરિકા તથા ઈઝરાયલ સહિત અન્ય દેશો સાથે ભારત ઉભુ છે.
આઈસીએમઆરના રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસની રસી તૈયાર કરવા માટે પુણેની લેબથી વાયરસ સ્ટ્રેનને ભારત બાયોટેક મોકલવામાં આવ્યા છે. રસી તૈયાર તઈ જશે તો પ્રાણીઓ પર તેનું પરીક્ષણ કરાશે. પ્રાણીઓ પર પરીક્ષણ સફળ રહેશે તો માનવીઓ પર કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement