શોધખોળ કરો
Advertisement
WHOના એક્સપર્ટે કોરોનાની દવાનો પહેલો ઉપયોગ ક્યારે થવાનો વાત કહી, જાણો વિગતે
WHO એક્સપર્ટનુ કહેવુ છે કે, વેક્સિનનો પહેલો ઉપયોગ 2021 સુધી થવાની કોઇ આશા નથી દેખાઇ રહી, એટલે કે 2021 પહેલા કોરોનાની દવા નહીં મળી શકે. WHOના ઇમર્જન્સી પ્રોગ્રામ ચીફ માઇક રયાને કહ્યું કે WHO નિષ્પક્ષ વેક્સિન વિતરણ સુનિશ્ચિન કરવા માટે કામ કરી રહ્યું છે
જીનેવાઃ રિસર્ચર્સ કૉવિડ-19 વિરુદ્ધ વેક્સિન શોધવામાં લાગ્યા છે, આ રસ્તે સારી પ્રગતિ પણ થઇ રહી છે. કેટલાક લેટ-સ્ટેજ ટ્રાયલમાં પણ છે. પરંતુ WHO એક્સપર્ટે બુધવારે એક મોટુ નિવેદન આપ્યુ છે.
WHO એક્સપર્ટનુ કહેવુ છે કે, વેક્સિનનો પહેલો ઉપયોગ 2021 સુધી થવાની કોઇ આશા નથી દેખાઇ રહી, એટલે કે 2021 પહેલા કોરોનાની દવા નહીં મળી શકે. WHOના ઇમર્જન્સી પ્રોગ્રામ ચીફ માઇક રયાને કહ્યું કે WHO નિષ્પક્ષ વેક્સિન વિતરણ સુનિશ્ચિન કરવા માટે કામ કરી રહ્યું છે. પણ આ બધાની વચ્ચે વાયરસને રોકવા માટે મહત્વના પગલા ભરવા જરૂરી છે.
માઇક રયાને કહ્યું કે અમે સારો પ્રોગ્રેસ કરી રહ્યાં છીએ, કેટલીય વેક્સિન હવે ફેઝ -3માં ટ્રાયલમાં હતી, અને તેમાથી સેફ્ટી કે ઇમ્યૂનિટી રિસ્પૉન્સ જનરેટ કરવામાં કોઇ પણ નિષ્ફળ નથી થયુ. સોશ્યલ મીડિયા પર એક પબ્લિક ઇવેન્ટમાં તેમને કહ્યું વાસ્તવિક રીતે આ નેક્સ્ટ ઇયરની શરૂઆતમાં જ મળશે, ત્યારે લોકો વેક્સિનનો ઉપયોગ કરી શકશે.
રયાને કહ્યું કે, WHO સંભવિત વેક્સિન સુધી પહોંચવા અને ઉત્પાદન ક્ષમતા વધારવામા મદદ કરવા પર કામ કરી રહ્યો છે. આપણે આ વિશે ફેર રહેવાની આવશ્યકતા છે.
આ પહેલા ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ કોરોના રસીને લઈને બીજા તબક્કાનું ટ્રાયલ પૂરું થવાના ખુશખભર આપ્યા હતા, દેશમાં સીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આ રસીના ઉત્પાદનનું કામ કરી રહી છે. જાણકારી અનુસાર આ રસીના એક કરોડ ડોઝ બનીને તૈયાર છે. નવેમ્બર સુધી ઓક્સફોર્ડની રસીના અંતિમ પરિણામ આવવાની આશા છે. ડિસેમ્બર સુધી કોરોનાની રસી બની શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement