શોધખોળ કરો
Advertisement
પહેલીવાર અમેરિકાને મળશે મહિલા ઉપરાષ્ટ્રપતિ, જાણો કોણ છે કમલા હેરિસ
કમલા હેરિસ ભારતીય માતા અને જમૈકાઈ પિતાના પુત્રી છે. હેરિસનો અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ બનવા સુધીનો સફર ખૂબજ રસપ્રદ રહ્યો. તેઓ સૌપ્રથમ 2003માં તેઓએ સિટી અને સાન ફ્રાંસિસ્કોથી કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એર્ટોની તરીકે ચૂંટાયા હતા.
વોશિંગટન : અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઈડેને રિપબ્લિકન ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને હરાવી દીધા છે. બાઈડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. આ ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ ખૂબજ રસપ્રદ રહી. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળના કમલા હેરિસે પણ ઈતિહાસ રચી દીધો છે. તેઓ પ્રથમ એવા મહિલા છે જે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા છે. હેરિસ પ્રથમ અશ્વેત મહિલા છે જે ઉપરાષ્ટ્રપતિ બની રહ્યાં છે અને આ પ્રથમવાર હશે કે ભારતીય મૂળ સાથે જોડાયેલા કોઈ મહિલા અમેરિકામાં એક મોટું પદ સંભાળશે. કમલા હેરિસે ઉપ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી જીતી લીધી છે. ત્યારે જાણો કોણ છે કમલા હેરિસ અને તેમના રાજકીય સફર વિશે.
કોણ છે કમલા હેરિસ
55 વર્ષીય કમલા હેરિસ ભારતીય માતા અને જમૈકાઈ પિતાના પુત્રી છે. 1964માં હેરિસનો જન્મ ઓકલેન્ડ (કેલિફોર્નિયા)માં થયો હતો. તે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચનાર ભારતીય મૂળની પ્રથમ એમરિકી છે. તેમના પિતા ડોનાલ્ડ હેરિસ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ઈકનોમિક્સના પ્રોફેસર હતા અને માતા શ્યામલા ગોપાલન સ્તન કેન્સર વૈજ્ઞાનિક. કમલા હેરિસની માતાએ પોતાના પતિ સાથે તલાક બાદ એકલાજ પાલનપોષણ કર્યું હતું. તે ભારતીય વારસા સાથે મોટી થઈ, તેમની માતા સાથે અનેક વખત ભારતની મુલાકાતે આવતા રહ્યા.
કમલા હેરિસે 1998માં બ્રાઉન યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું. જે બાદ 1989માં કેલિફોર્નિયામાંથી લૉનો અભ્યાસ પૂર્ણ કર્યો અને સેન ફ્રાંસિસ્કો ડિસ્ટ્રિક્ટ એર્ટોની ઓફિસ જોઈન કરી લીધી. જ્યાં તેમને કેરિયર ક્રિમિનલ યૂનિટના ઈન્ચાર્જ બનાવાયા.
હેરિસનો અત્યાર સુધીનો રાજકીય સફર
હેરિસનો અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ બનવા સુધીનો સફર ખૂબજ રસપ્રદ રહ્યો. તેઓ સૌપ્રથમ 2003માં તેઓએ સિટી અને સાન ફ્રાંસિસ્કોથી કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એર્ટોની તરીકે ચૂંટાયા હતા. તેના બાદ 2010માં કેલિફોર્નિયાના એર્ટોની જનરલ બન્યા. હેરિસે વર્ષ 2017માં કેલિફોર્નિયાથી સંયુક્ત રાજ્ય સીનેટર તરીકેના શપથ લીધા, આમ કરનાર તેઓ બીજા અશ્વેતા મહિલા હતા. તેમણે હોમલેન્ડ સિક્યોરિટી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સ કમિટી, ઈન્ટેલિજન્સ પર સિલેક્ટ કમિટી, જ્યૂડિશિયરની કમિટી અને બજેટ કમિટીમાં કામ કર્યું.
ધીમે ધીમે હેરિસ લોકો વચ્ચે લોકપ્રિય બનતા ગયા. ખાસ કરીને તેમના ભાષણો ‘બ્લેક લાઈવ્સ મેટર’ અભિયાન દરમિયાન તેમને ઘણુ સમર્થન મળ્યું. હેરિસ સિસ્ટોમેટિક જાતિવાદને ખતમ કરવા પર જોર આપતી રહી છે.
હેરિસે 21 જાન્યુઆરી, 2019ના રોજ 2020ના રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી હતી. જો કે, તેમણે 3 ડિસેમ્બરે આ રેસમાંથી પોતાનું નામ પરત લઈ લીધું અને બાઈડેનની સમર્થક રહી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેરિસને જીતની શુભેચ્છા આપતા કહ્યું કે તમને જીત બદલ અભિનંદન. મને પૂરો વિશ્વાસ છે કે તમારા નેતૃત્વ અને સહયોગથી ભારત અને અમેરિકાના સંબંધ વધુ મજબૂત બનશે.
Heartiest congratulations @KamalaHarris! Your success is pathbreaking, and a matter of immense pride not just for your chittis, but also for all Indian-Americans. I am confident that the vibrant India-US ties will get even stronger with your support and leadership.
— Narendra Modi (@narendramodi) November 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion