શોધખોળ કરો
Corona: ગરમીથી કોરોના ઘટશે કે વધશે? WHOએ શું આપ્યો ચોંકાવનારો જવાબ? જાણો
સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગરમીમાં વધુ તાપમાનથી કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં મદદ મળશે તેવી દલીલ ફગાવી દીધી
![Corona: ગરમીથી કોરોના ઘટશે કે વધશે? WHOએ શું આપ્યો ચોંકાવનારો જવાબ? જાણો WHO New Statement of Coronavirus Corona: ગરમીથી કોરોના ઘટશે કે વધશે? WHOએ શું આપ્યો ચોંકાવનારો જવાબ? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/06132556/Heat-wave.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી. સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગરમીમાં વધુ તાપમાનથી કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં મદદ મળશે તેવી દલીલ ફગાવી દીધી છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે, ગરમીમાં તેનો ફેલાવો અટકશે. પરંતુ WHOએ આ ભ્રમ દૂર કરતાં એક ટ્વિટ કરી છે કે, ગરમી અથવા તો 25 ડિગ્રીથી વધુ તાપમાનમાં રહેવાથી કોવિડ-19ને અટકાવી શકાતો નથી. ગમે તેટલી ગરમી હોય કોવિડ-19 બીમારી લાવી જ દે છે. આ રોગથી બચવાનો એક માત્ર ઉપાય સાફ-સફાઈ એટલે કે સ્વચ્છતા છે. આથી સતત હાથ ધોવા અને આંખ, મોં, નાકને સ્પર્શ નહીં કરવા જણાવ્યું છે.
વિશ્વભરમાં કોરોના વાયરસના 12 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. 65 હજાર 600 લોકોએ જીવ ગુમાવ્યો છે. યુએસમાં 3.25 લાખ લોકો સંક્રમિત કેસ નોંધાયા છે જ્યારે અમેરિકામાં કોરોનાથી 9 હજારથી પણ વધારે લોકોનાં મોત નિપજ્યાં છે.
ભારતમાં કોરોનાના કેસ 4.1 દિવસમાં બે ગણા થઈ રહ્યા છે, પરંતુ જો દિલ્હીના દબલિગી જમાનના ધાર્મિક આયોજન બાદ હાલમાં જ સંક્રમણ ફેલાવની જે ઘટના બની તે ન થયું હોત તો આ દર 7.4 દિવસ હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપતી કહ્યું કે, બલિગી જમાતની ઘટનાને કારણે સંક્રમણ ફેલાવવાના દરમાં વધારો થવાથી સંક્રમિત દર્દીની સંખ્યા ઓછા સમયમાં બે ગણી થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)