શોધખોળ કરો

સંયુક્ત રાષ્ટ્ર, IMF અને WHOની ચેતવણી, કોરોના મહામારીથી મહાભૂખમરી, આર્થિક મંદીનો માર અને મૃત્યુદર વધશે

દુનિયા પર કોરોનાની મહામારીનો ટ્રિપલ એટેક કહેવામાં આવી રહ્યો છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે, તેનાથી ભૂખમરો વધશે અને WHO અનુસાર આ સૌથી મોટી મહામારી છે જેનાથી હજી વધારે મોત થઈ શકે છે.

નવી દિલ્હી: વિશ્વભરના દેશો હાલમાં કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યાં છે. દુનિયાભરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 40 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક બે લાખ 70 હજારને પાર પહોંચી ગયો છે. તેની વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર, IMF અને WHO આ ત્રણ સંસ્થાએ ચેતવણી આપી છે કે, મહામારીના કારણે ભૂખમરા અને આર્થિક મંદીનો માર પડશે. વિશ્વ આરોગ્ય સંગઠન છેલ્લા લાંબા સમયથી કહી રહ્યું છે કે, કોરોના દુનિયા સામે સૌથી મોટો ખતરો છે. હવે સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગામે પણ કહી દીધું છે કે, દુનિયાના ગરીબ દેશો મહાભૂખમરાની આરે છે. આ સિવાય દુનિયાભર લોકો નોકરી ગુમાવી રહ્યાં છે. અમેરિકામાં ત્રણ કરોડ 30 લાખ નોકરીઓ ગઈ છે. ઈન્ટરનેશન મોનેટરી ફંડ (આઈએમએફ)એ પણ કહ્યું કે, 1930માં આવેલા સૌથી મોટા આર્થિક સંકટથી પણ મોટો ખતરો છે. દુનિયા પર કોરોનાની મહામારીનો ટ્રિપલ એટેક દુનિયા પર કોરોનાની મહામારીનો ટ્રિપલ એટેક કહેવામાં આવી રહ્યો છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે, તેનાથી ભૂખમરો વધશે અને WHO અનુસાર આ સૌથી મોટી મહામારી છે જેનાથી હજી વધારે મોત થઈ શકે છે. જ્યારે IMF પ્રમાણે કોવિડ-19ના કારણે વિશ્વભરના દેશોની ઈકોનોમી પર આર્થિક મંદીનો મોટો ફટકો પડશે. દુનિયાના ગરીબ દેશોમાં કોરોના હજુ ત્રણથી છ મહિના બાદ પીક પર પહોંચશે. અનુમાન છે કે, તેના બાદ મહાભૂખમરીનો સમય શરૂ થશે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના કાર્યકારી નિદેશક ડેવિડ બિસ્લેએ કહ્યું કે, હવે આપણા પર મહામારીનો ડબલ માર પડવાનો છે. ભૂખમરીનો પ્રકોપ થવા જઈ રહ્યો છે. આપણે મહાભૂખમરીની કગાર પર છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર, દુનિયામાં 13 કરોડ 50 લાખ લોકો ભૂખમરીની કગાર પર છે. જેમાંથી 82 કરોડ એવા લોકો છે, જેઓ પેટભરીને ખાય નથી શકતા. પરંતુ હવે આ સંખ્યામાં હજુ વધી શકે છે કારણ કે કોરોનાના કારણે સમગ્ર દુનિયામાં સપ્લાઈ ચેન ઠપ થઈ ગઈ છે. જેની અસર ગરીબ દેશો પર પડશે. દુનિયામાં એવા 37 દેશ છે જે, ભૂખમરાની કગાર પર છે. જે નવ દેશોને યૂએન એ સામેલ કર્યાં છે. તેમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે. યૂએને તેના માટે દુનિયાને 5000 કરોડ રૂપિયા ભેગા કરવાની અપીલ કરી છે. IMF એ આશંકા વ્યક્ત કરી છે કે, 1930ની મંદી કરતા પણ મોટો આર્થિક ખતરો છે. આઈએમએફના એમડી ક્રિસ્ટાલીના જોર્જિવાએ કહ્યું કે, આ સમય ગ્રેટ ડિપ્રેશનની ભયાનક મંદી કરતા મોટો છે, કારણ કે તેમાં સ્વાસ્થ્ય સંકટ અને આર્થિક સંકટ જોડાઈ ગયું છે. એવા સમયે સરકારો ખર્ચો કરે છે. હવે તે કહી રહી છે કે, બહાર ન જાઓ, ખર્ચ ના કરો. અર્થવ્યવસ્થાને થઈ રહેલા નુકસાનના ડરથી હવે સરકારો લોકડાઉનની શરતોમાં છૂટછાટ આપી રહી છે પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ચેતવણી આપી રહ્યું છે કે, એવું કરવામાં આવશે તો કોરોના ફરી થઈ શકે છે અને લોકડાઉન બીજીવખત કરવું પડી શકે છે.

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget