WHO : કોરોનાથી પણ ભયાનક મહામારી વેરશે વિનાશ! 2 કરોડ લોકોના થશે મોત!
આગામી રોગચાળો કોવિડ કરતા પણ વધુ ખતરનાક હોઈ શકે છે. જિનીવામાં પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દુનિયાને આ નવા ખતરાની ચેતવણી આપી છે.
Who warns more deadlier virus than covid 19 : કોરોના મહામારી બાદ હવે વિશ્વ પર એક નવો ખતરો મંડરાઈ રહ્યો છે. ડબ્લ્યુએચઓ ચીફ ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે આ આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આગામી રોગચાળો કોવિડ કરતા પણ વધુ ખતરનાક હોઈ શકે છે. જિનીવામાં પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દુનિયાને આ નવા ખતરાની ચેતવણી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે કોરોના હજુ સંપૂર્ણ રીતે ખતમ નથી થયો અને દુનિયા સામે ગમે ત્યારે નવું સંકટ આવી શકે છે.
જાહેર છે કે, આ પહેલા 5 મેના રોજ WHOએ જાહેરાત કરી હતી કે કોરોના હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી રહી નથી. તેનું કારણ ઝડપથી ઘટતા સક્રિય કેસ અને મૃત્યુના આંકડા હોવાનું કહેવામાં આવ્યું હતું.
બે કરોડ લોકોના જીવ જોખમમાં!
ભારતમાં કોરોનાની બીજી મોટી લહેર દરમિયાન કોરોનાના કારણે થયેલા મોતને લઈને હોબાળો મચ્યો હતો. ત્યારથી દરેક લોકો પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા કે તેઓ મૃત્યુનું આવું દ્રશ્ય ફરી ક્યારેય ન જુએ. આ સ્થિતિમાં તાજેતરમાં આવેલા નવા રોગચાળાના એલર્ટે ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. WHOનું કહેવું છે કે, કોરોના મહામારીના કારણે 3 વર્ષમાં વિશ્વભરમાં લાખો લોકોના મોત થયા છે. પરંતુ હવે નવી મહામારી એટલે કે જે બિમારીની આગાહી કરવામાં આવી છે તેની સામે આ આંકડો નાનો સાબિત થઈએ શકે છે.
નામ અને ઓળખ હજુ નક્કી નથી
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જારી કરાયેલા રોગચાળાનું નામ અને ઓળખ હજુ નિશ્ચિત કરવામાં આવી નથી. પરંતુ જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી વૈશ્વિક સંસ્થા તરફથી ચેતવણી આવે છે, ત્યારે તે ખરેખર ચિંતાનો વિષય બની જાય છે.
શું તુટશે આ માન્યતા?
ઈતિહાસ સાક્ષી છે કે, છેલ્લી કેટલીક સદીઓથી દુનિયામાં દર 100 વર્ષે કોઈને કોઈ રોગચાળો આવે છે. પ્લેગ વર્ષ 1720 માં ફેલાયો હતો, જેમાં લગભગ એક લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ 1820માં એશિયા મહાદ્વીપમાં કોલેરા ફેલાયો, તેમાં પણ લગભગ એક લાખ લોકો મૃત્યુ પામ્યા. ત્યાર બાદ 1920ની આસપાસ સ્પેનિશ ફ્લૂના કારણે કરોડો લોકોના મોત થયા હતા. 100 વર્ષ પછી પણ વર્ષ 2020માં કોરોના મહામારી આવી અને આખી દુનિયા લોકડાઉન થઈ ગઈ. આ સ્થિતિમાં હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચેતવણી બાદ સવાલ ઉઠી રહ્યો છે કે, શું આ સંયોગ કે દંતકથા છે કે દર 100 વર્ષે મહામારી આવે છે તે તૂટશે? જ્યારે ફરી એકવાર લોકોને લોકડાઉનનો સામનો કરવો પડી શકે છે.
મહામારી એટલે શું?
જ્યારે કોઈ રોગ વિવિધ દેશોમાં ફેલાય છે, ત્યારે તે રોગચાળાનું સ્વરૂપ લે છે. ડબ્લ્યુએચઓ અનુસાર, જ્યારે કોઈ રોગ બે શરતો પૂરી કરે છે ત્યારે તેને રોગચાળો કહી શકાય. પ્રથમ- જ્યારે તે રોગ દુનિયાના એક દેશથી બીજા દેશમાં ફેલાય છે, ત્યારે તે મહામારીનું લક્ષણ બને છે અને બીજું- તે રોગને લગતા તમામ લક્ષણો દર્દીમાં દેખાવા જોઈએ.