ન્યૂઝીલેન્ડમાં કોરોના રસીથી પ્રથમ મોત, ફાઈઝરની રસી લેનાર મહિલાનું થયું મૃત્યુ
ન્યૂઝીલેન્ડમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે સમસ્યામાં વધારો કર્યો છે. આ કારણે ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડમાં પણ બે સપ્તાહનું લોકડાઉન લાદવામાં આવ્યું છે.
ન્યૂઝીલેન્ડમાં કોરોના રસીને કારણે મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. આ માહિતી ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે સ્વતંત્ર કોવિડ -19 રસી સલામતી મોનીટરીંગ બોર્ડ દ્વારા સમીક્ષા કર્યા બાદ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ફાઇઝરની કોરોના રસીથી એક મહિલાનું મોત થયું છે. જોકે મંત્રાલયે મહિલાની ઉંમર જાહેર કરી નથી.
મ્યોકાર્ડિટિસથી મૃત્યુ
ન્યુઝીલેન્ડના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બોર્ડનું માનવું છે કે મહિલાના મૃત્યુનું કારણ મ્યોકાર્ડિટિસ છે. મ્યોકાર્ડિટિસને ફાઇઝર કોવિડ રસીની દુર્લભ આડઅસર માનવામાં આવે છે.
મ્યોકાર્ડિટિસ શું છે
મ્યોકાર્ડિટિસ હૃદયના સ્નાયુઓમાં સૂજી જવાનું કારણ બને છે. તે હૃદયની વિદ્યુત પ્રણાલીને અસર કરે છે. આને કારણે હૃદય માટે લોહી પમ્પ કરવું મુશ્કેલ બને છે. જેના કારણે ધબકારાની અનિયમિતતા એક મોટું કારણ બની જાય છે. મ્યોકાર્ડિટિસને કારણે હૃદયના સ્નાયુને ઓક્સિજન-સમૃદ્ધ લોહીને પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે જે હૃદય સુજી જવાનું કારણ બને છે.
બીજી બાજુ ન્યૂઝીલેન્ડમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે સમસ્યામાં વધારો કર્યો છે. આ કારણે ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડમાં પણ બે સપ્તાહનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. વર્લ્ડ મીટર અનુસાર ન્યૂઝીલેન્ડમાં અત્યાર સુધીમાં કોવિડ -19 ના 3519 કેસ નોંધાયા છે. આ 3519 કેસોમાં 25 કોરોના સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે કોરોનાના આ રોગચાળાને હરાવ્યા બાદ 2890 લોકો સાજા થયા છે. હાલમાં, ન્યુઝીલેન્ડમાં કોરોનાના 603 સક્રિય કેસ છે, જેની હજુ સારવાર ચાલી રહી છે.