શોધખોળ કરો
Advertisement
દુનિયાભરમાં કોરોના સંકટ વધ્યું, છેલ્લા 24 કલાકમાં 2.46 લાખ નવા કેસ, 5365 લોકોનાં મોત
વિશ્વભરમાં અત્યાર સુધી એક કરોડ 80 લાખથી વધુ સંક્રમણના કેસ સામે આવ્યા છે, જ્યારે 6 લાખ 87 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.
Coronavirus: દુનિયાભમાં કોરોના મહામારીનું સંકટ વધી રહ્યું છે. અમેરિકા, બ્રાઝીલ, ભારત જેવા દેશોમાં કોરોના કેસની સંખ્યા અને મોતના આંકડા ઝડપથી વધી રહ્યાં છે. દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 2.46 લાખ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 5365 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
વિશ્વભરમાં અત્યાર સુધી એક કરોડ 80 લાખથી વધુ સંક્રમણના કેસ સામે આવ્યા છે, જ્યારે 6 લાખ 87 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બીમારીમાંથી સાજા થનારા દર્દીઓનો આંકડો એક કરોડ 13 લાખને પાર પહોંચી ગયો છે, દુનિયાભરમાં હાલમાં 60 લાખ એક્ટિવ કેસ છે અને તેમની સારવાર ચાલી રહી છે.
અમેરિકા હાલ પણ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં સૌથી ઉપર છે. અહીં સંક્રમણના કેસ 47.63 લાખથી વધુ છે, જ્યારે અત્યાર સુધીમાં એક લાખ 57 હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 58 હજાર નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 1102 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં પણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 42 હજાર નવા કેસ નોંધાયા છે.
દુનિયામાં ક્યાં કેટલા કેસ, કેટલા મોત
અમેરિકા: કેસ- 4,763,983, મોત- 157,877
બ્રાઝીલ: કેસ- 2,708,876, મોત- 93,616
ભારત: કેસ- 1,751,919, મોત- 37,403
રશિયા: કેસ- 845,443, મોત- 14,058
સાઉથ આફ્રીકા: કેસ- 503,290, મોત- 8,153
મૈક્સિકો: કેસ- 424,637, મોત- 46,688
પેરૂ: કેસ- 414,735, મોત- 19,217
ચિલી: કેસ- 357,658, , મોત- 9,533
સ્પેન: કેસ- 335,602, મોત- 28,445
ઈરાન: કેસ- 306,752 મોત - 16,982
18 દેશોમાં બે લાખથી વધુ કેસ
દુનિયાના 18 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સઉદી અરબ, ઈટાલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. ભારત દુનિયામાં સૌથી વધુ સંક્રમિતોના મામલે ત્રીજા નંબર પર છે, જ્યારે સૌથી વધુ મોત મામલે છઠ્ઠા નંબર પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement