શોધખોળ કરો
Advertisement
ઉડ્યુ દુનિયાનું સૌથી મોટુ વિમાન, 35 હજાર ફૂટ ઉપરથી ફાયર કરશે રૉકેટ
આ વિમાનની ખાસિયત છે કે આમાં 35 હજાર ફૂટની ઉંચાઇ પર રૉકેટ લૉન્ચ કરવામાં આવી શકે છે
ન્યૂયોર્કઃ કેલિફોર્નિયામાં દુનિયાનું સૌથી મોટા વિમાને સફળતાપૂર્વક પરીક્ષણ ઉડાન ભરી છે. સ્ટ્રૈટોલૉન્ચ વિમાનમાં છ બૉઇંગ 747 એન્જિન લગાવેલા છે. આ વિમાનની ખાસિયત છે કે આમાં 35 હજાર ફૂટની ઉંચાઇ પર રૉકેટ લૉન્ચ કરવામાં આવી શકે છે.
રિપોર્ટ અનુસાર, શનિવારે આ મોટા વિમાને પોતાની પહેલી યાત્રા મોઝાવેના રણની ઉપર કરી, આ વિમાનનું નિર્માણ અંતરિક્ષમાં રૉકેટ લઇ જવા અને તેને ત્યાં છોડવા માટે કરવામાં આવ્યા છે.
ખરેખર, આ રૉકેટ ઉપગ્રહોને અંતરિક્ષમાં તેની કક્ષા સુધી પહોંચાડવામાં મદદ કરશે. હાલના સયમમાં ટેકઓફ રૉકેટની મદદથી ઉપગ્રહોને કક્ષામાં મોકલવામાં આવે છે. આની સરખામણીમાં ઉપગ્રહોને કક્ષા સુધી પહોંચાડવામાં આ ઓપ્શન વધુ સારો રહેશે.
આનું નિર્માણ સ્કેલ્ડ કમ્પૉઝિટ્સ નામની એક એન્જિનીયરિંગ કંપનીએ કર્યુ છે. આ વિમાન એટલુ મોટુ છે કે, આના પાંખીયાનું ફેલાવ એક ફૂટબૉલ ગ્રાઉન્ડ જેટલુ છે.
શનિવારે આ વિમાન હવામાં લગભગ અઢી કલાક સુધી રહ્યું. આને મેક્સિમમ 304 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરી. આ વિમાનમાં એકસાથે ત્રણ રૉકેટ એટેચ કરવામાં આવી શકે છે.
સ્ટ્રૈટોલૉન્ચને 2011માં માઇક્રોસૉફ્ટના દિવંગત સહ સંસ્થાપક પૉલ જી એલને તૈયાર કર્યુ હતું. પણ 2018માં તેમનુ મૃત્યુ થઇ ગયુ હતુ. સ્ટ્રૈટોલૉન્ચ કંપનીની યોજના પોતાના રૉકેટ પણ તૈયાર કરવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement