શોધખોળ કરો

World Population: દુનિયાની વસ્તી આજે થઇ જશે 8 અબજને પાર, 2023માં ચીનને પાછળ પાડી દેશે ભારત

રિપોર્ટમાં 2050 સુધી એક મનુષ્યની એવરેજ ઉંમર 77.2 વર્ષ સુધી પહોંચવાનુ અનુમાન પણ લગાવવામાં આવ્યુ છે

UN Report On World Population: દુનિયાની વસ્તી મંગળવારે એટલે કે આજે (15 નવેમ્બરે) પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી જશે. સંયુક્ત રાષ્ટ્ર (United Nation)ના રિપોર્ટમાં દાવો કરવામા આવ્યો છે કે મંગળવારે વિશ્વ જનસંખ્યા (World Population) 8 અબજને પાર થઇ જશે. 2030 સુધી પૃથ્વી પર જનસંખ્યાનો આ આંકડો વધીને 850 કરોડ, 2050 સુધી 970 કરોડ અને 2100 સુધી 1040 કરોડ થવાનુ અનુમાન છે. યૂએનના રિપોર્ટમાં માનવની એવરેજ ઉંમર (Average Age) ને લઇને દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં આ 72.8 વર્ષની થઇ ચૂકી છે, જે 1990ની સરખામણીમાં 2019 સુધી 9 વર્ષ સુધી વધી છે. 

વળી, રિપોર્ટમાં 2050 સુધી એક મનુષ્યની એવરેજ ઉંમર 77.2 વર્ષ સુધી પહોંચવાનુ અનુમાન પણ લગાવવામાં આવ્યુ છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે, મહિલાઓ પુરુષોની સરખામણીમાં એવરેજ 5.4 વર્ષ વધુ જીવે છે, મહિલાઓની એવરેજ ઉંમર 73.4 વર્ષ અને પુરુષોની એવેરજ ઉંમર 68.4 વર્ષ આંકવામા આવી છે. 

સંયુક્ત રાષ્ટ્ર તરફથી જાહેર કરવામા આવેલા વાર્ષિક જનસંખ્યા સંભાવના રિપોર્ટમા એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, વૈશ્વિક જનસંખ્યા 1950 બાદથી પોતાની સૌતી ધીમા દરે વધી રહી છે, જે 2020 માં એક ટકાથી પણ ઓછી થઇ ગઇ છે. રિપોર્ટ અનુસાર, વૈશ્વિક જનસંખ્યાને 7 થી 8 અબજ સુધી વધવામાં 12 વર્ષ લાગ્યા છે. જ્યારે 2037 સુધી આ 9 અબજ સુધી પહોંચી જશે. 

Wildlife Population: WWFના રિપોર્ટે વધારી ચિંતા, 50 વર્ષોમાં દુનિયાભરમાં વન્યજીવની વસ્તીમાં 69 ટકાનો ઘટાડો નોંધાયો

World Wildlife Population: વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડનો લિવિંગ પ્લેનેટ રિપોર્ટ જાહેર કરાયો છે. આ રિપોર્ટ અનુસાર, 1970 પછી વિશ્વની બે તૃતીયાંશથી વધુ વન્યજીવ વસ્તીમાં ઘટાડો થયો છે. 1970 અને 2018ની વચ્ચે વિશ્વવ્યાપી વન્યજીવોની વસ્તીમાં 69 ટકાનો ઘટાડો થયો છે. તેનું મુખ્ય કારણ વૃક્ષો કાપવા અને પ્રદૂષણ હોવાનું જણાવાયું હતું.

ઝૂઓલોજિકલ સોસાયટી ઑફ લંડન (ZSL)ના સંરક્ષણ અને નીતિના ડિરેક્ટર એન્ડ્ર્યુ ટેરીએ જણાવ્યું હતું કે આ એક ગંભીર મુદ્દો છે. આ દર્શાવે છે કે કુદરતી વિશ્વ ખાલી થઈ રહ્યું છે. અહેવાલમાં 5,000 થી વધુ પ્રજાતિઓને આવરી લેતી 32,000 વન્યજીવ વસ્તીની સ્થિતિ પર ઝૂઓલોજિકલ સોસાયટી ઓફ લંડનના 2018ના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વસ્તી ઘટવાના મુખ્ય કારણો

આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે જંગલોમાં વૃક્ષો કાપવા, માનવ શોષણ, પ્રદૂષણ અને ક્લાઇમેન્ટ ચેન્જ આ પાછળના સૌથી મોટા કારણો છે. લેટિન અમેરિકા અને કેરેબિયનમાં 94 ટકા સાથે પાંચ દાયકામાં વન્યજીવનની વસ્તીમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે 1994 અને 2016 વચ્ચે બ્રાઝિલિયન એમેઝોનમાં પિંક રિવર ડોલ્ફિનની વસ્તીમાં 65 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Embed widget