World Telecommunication Day 2023: કેમ ઉજવવામાં આવે છે World Telecommunication Day ? જાણો શું છે ઇતિહાસ?
આ રિપોર્ટમાં અમે આ વર્ષના વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડેના ઇતિહાસ, મહત્વ અને થીમ વિશે જાણકારી આપી રહ્યા છીએ
પૃથ્વી પર જીવન જીવવા માટે કમ્યુનિકેશન હંમેશા મહત્વનું રહ્યું છે. વ્યક્તિ પોતાના વિચારો, અભિપ્રાયો અને ઈચ્છાઓ વ્યક્ત કરવા માટે સંદેશાવ્યવહારના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરે છે. ડિજિટલ યુગમાં સંદેશાવ્યવહારના ઘણા માધ્યમો ઉપલબ્ધ છે. માત્ર વાસ્તવિક જ નહીં, આપણને વર્ચ્યુઅલ વર્લ્ડ દ્વારા આપણી વાત અન્ય લોકો સુધી પહોંચાડવામાં પણ મોટી મદદ મળે છે.
દર વર્ષે 17 મે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ રિપોર્ટમાં અમે આ વર્ષના વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડેના ઇતિહાસ, મહત્વ અને થીમ વિશે જાણકારી આપી રહ્યા છીએ.
વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડે શા માટે ઉજવવામાં આવે છે?
ઈન્ટરનેટ અને સંદેશાવ્યવહારના અન્ય માધ્યમોની સમાજમાં વ્યાપક અસર છે. આ વ્યાપક અસરની જાગૃતિ માટે દર વર્ષે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડે ઉજવવામાં આવે છે. વિશ્વમાં હજુ પણ ઘણા એવા દેશો છે જ્યાં લોકોને એકબીજા સાથે જોડાવા માટે અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન અસોસિએશનની સ્થાપના માત્ર કમ્યુનિકેશનમાં આવતા અવરોધોને દૂર કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જાણો શું છે ઇતિહાસ
વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડેના ઈતિહાસ પર નજર કરીએ તો આ દિવસ 1969થી દર વર્ષે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં 17 મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો કારણ કે આ દિવસે વર્ષ 1865માં આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી.
ITU નું મૂળ નામ પહેલા ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ યુનિયન હતું. ITU ની સ્થાપના પેરિસમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ સંમેલન પર હસ્તાક્ષર સાથે કરવામાં આવી હતી. વર્ષ 1932માં તેનું નામ બદલીને ઈન્ટરનેશનલ કમ્યુનિકેશન અસોસિએશન રાખવામાં આવ્યું હતું. વર્ષ 1947માં આ અસોસિએશનને સંયુક્ત રાષ્ટ્રની વિશેષ એજન્સી તરીકે નવી ઓળખ મળી હતી.
માર્ચ 2006માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) દ્વારા 17 મેની તારીખને વર્લ્ડ ઈન્ફોર્મેશન સોસાયટી ડે તરીકે પણ જાહેર કરવામાં આવી હતી. આ સાથે, 17 મેની તારીખને વિશ્વ ટેલિકોમ અને માહિતી સમાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ઓછા વિકસિત દેશોમાં ડિજિટલ પરિવર્તન લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે વિશ્વ ટેલિકોમ્યુનિકેશન ડે પર ITU ખાનગી અને જાહેર બંને ક્ષેત્રોને 'Partner2Connect' ડિજિટલ જોડાણ દ્વારા વધુ સારી કનેક્ટિવિટી માટે પ્રતિબદ્ધ થવા વિનંતી કરે છે.
આ વર્ષે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડે ની થીમ ‘Empowering the least developed countries through information and communication technologies' છે.