શોધખોળ કરો
દુનિયાભરમાં કોરોનાનો કેર, 41 લાખથી વધુ લોકો સંક્રમિત, 2 લાખ 80 હજારના મોત
વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી 41 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. આમાંથી બે લાખ 80 હજાર 224 લોકોના મોત થઇ ચૂક્યા છે. વળી 14 લાખ 36 હજાર 206 લોકો સંક્રમણ મુક્ત પણ થયા છે
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કૉવિડ-19ના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, 212 દેશોમાં છેલ્લા 24 કલાકમાં 88,987 નવા કેસો સામે આવ્યા છે, અને મરનારાઓની સંખ્યામાં 4,248 લોકોનો વધારો થયો છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી 41 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. આમાંથી બે લાખ 80 હજાર 224 લોકોના મોત થઇ ચૂક્યા છે. વળી 14 લાખ 36 હજાર 206 લોકો સંક્રમણ મુક્ત પણ થયા છે. દુનિયાના લગભગ 73 ટકા કોરોના કેસો માત્ર દસ દેશોમાંથી જ સામે આવ્યા છે. આ બધા દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા વધીને 29 લાખ થઇ ગઇ છે. દુનિયાના કુલ કેસોમાં લગભગ એક તૃત્યાંસ કેસો અમેરિકામાંથી મળ્યા છે. અને લગભગ એક તૃત્યાંશ મોતો પણ અમેરિકામાં જ થઇ છે. અમેરિકા બાદ યુકેમાં કોરોનાએ સૌથી વધુ કેર વર્તાવ્યો છે. જ્યાં 31,587 લોકોના મોતની સાથે કુલ 215,260 લોકો વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. જ્યારે યુકેમાં દર્દીઓની સંખ્યા સ્પેન અને ઇટાલીથી ઓછી છે. આ બાદ રશિયા, ફ્રાન્સ, જર્મની, તુર્કી, ઇરાન, ચીન બ્રાઝિલ, કેનેડા જેવા દેશો સૌથી વધુ પ્રભાવિત થયા છે. અમેરિકાઃ કેસ 1,347,309, મોત- 80,037 સ્પેનઃ કેસ 262,783, મોત- 26,478 ઇટાલીઃ કેસ 218,268, મોત- 30,395 યુકેઃ કેસ 215,260, મોત- 31,587 રશિયાઃ કેસ 198,676, મોત- 1,827 ફ્રાન્સઃ કેસ 176,658, મોત- 26,310 જર્મનીઃ કેસ 171,324, મોત- 7,549 બ્રાઝિલઃ કેસ 156,061, મોત- 10,656 તુર્કીઃ કેસ 137,115, મોત- 3,739 ઇરાનઃ કેસ 106,220, મોત- 6,589 ચીનઃ કેસ 82,887, મોત- 4,633
વધુ વાંચો





















