શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
WHOનો મોટો દાવો- ચીનના વુહાનના બજારની કોરોના વાયરસ ફેલાવવામાં મોટી ભૂમિકા
કોરોના વાયરસ માનવીઓ સુધી કેવી રીતે ફેલાયો તેને લઇને અનેક શોધ ચાલી રહી છે.
નવી દિલ્હીઃકોરોના વાયરસ માનવીઓ સુધી કેવી રીતે ફેલાયો તેને લઇને શોધ ચાલી રહી છે. દુનિયાના દિગ્ગજ તેના પર શોધ કરી રહ્યા છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષે વુહાનના બજારની વાયરસ ફેલાવવામાં મોટી ભૂમિકા રહી છે.
જોકે, WHOએ કહ્યું હતું કે વાયરસ કઇ રીતે ફેલાય છે તેના પાછળના કારણોની શોધની જરૂર છે. જેનેવામાં ડબલ્યૂએચઓના ખાદ્ય અને જૂનોટિક વાયરસના નિષ્ણાંત ડોક્ટર પીટર બેન એમ્બેરેકે કહ્યું કે, એ વાત સ્પષ્ટ છે કે વુહાનના બજારથી વાયરસ ફેલાયો છે પરંતુ અમે એ જાણતા નથી કે આ પાછળ તેની શું ભૂમિકા રહી છે.
તેમણે કહ્યુ કે, શું તે બજાર એક માધ્યમ બન્યું કે પછી આ દુર્ઘટનાવશ છે. જેને કારણે વાયરસ ફેલાવવાના કેટલાક કેસ બજારની આસપાસ નોંધાયા હતા. એ સ્પષ્ટ નથી કે જીવિત પશુ કે પછી દુકાનદારો મારફતે વાયરસ બજારમાં આવ્યો. જ્યાં સુધી તપાસની વાત છે તો ચીન પાસે તેની ક્ષમતા છે. તેની પાસે શોધકર્તાઓની સારી ટીમ છે. જ્યારે અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પણ આ પ્રકારની વાત કરી હતી. પોમ્પિયોએ કહ્યું હતુ કે, એ વાતના પુરાવા છે કે વાયરસ વુહાનની લેબોરેટરીથી ફેલાયો છે. પરંતુ હાલમાં વિશ્વાસ સાથે કહી શકાય નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion