શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નરમ પડ્યા ડ્રેગનના સુર, સંયુક્ત રાષ્ટ્રમાં શી જિનપિંગે કહ્યું- યુદ્ધ લડવાનો કોઈ ઇરાદો નથી
જિનપિંગે કહ્યું કે, વિશ્વએ સભ્યતાઓની લડાઈમાં ન ફસાવવું જોઈએ. મોટા દેશોએ મોટા દેશની જેમ જ કામ કરવું જોઈએ.
સંયુક્ત રાષ્ટ્રઃ ભારત સહિત વિશ્વના અનેક ભાગમાં વિવાદોમાં સપડાયેલ ચીન હવે વિવાદોને વાતચીત દ્વારા સમાધાન શોધવાના રસ્તા શોધી રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક મોટું નિવેદન આપ્યું છે. જિનપિંગે સ્પષ્ટ કહ્યું છે કે, તેમનું યુદ્ધ લડવાનો કોઈ ઇરાદો નથી. આ પહેલા ભારત અને ચીનની વચ્ચે વાતચીતમાં પણ સૈનિકો ન મોકલવા પર સહમતિ બની છે.
જિનપિંગે કહ્યું કે, “વિશ્વએ સભ્યતાઓની લડાઈમાં ન ફસાવવું જોઈએ. મોટા દેશોએ મોટા દેશની જેમ જ કામ કરવું જોઈએ. ”શની આ ટિપ્પણી અમિરાકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોરોના વાયરસ મહામારી માટે ચીનની જવાબદારી નક્કી કરવાની માગ કર્યા બાદ આવી છે.
પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રને બતાવ્યો અરીસો
ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ 4 મિનિટનો વીડિોય સંદેશમાં સંયુક્ત રાષ્ટ્રને અરીસો બતાવતા કહ્યું કે, આ વિશ્વસનીયતાના સંકટનો સામનો કરી રહ્યું છે અને તેના પર વિચાર કરવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું, “અમે વ્યાપક સુધારા વગર જૂના માળખાની સાથે આજે પડકારોનો સામનો ન કરી શકાય. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વસનીયતાના સંકટનો સામનો કરી રહ્યું છે.”
મોદીએ કહ્યું, “આજના પરસ્પર સંબંધ દુનિયા માટે, એક સારા બહુપક્ષવાદની જરૂરત છે જે આજની વાસ્તવિકતાઓને દર્શાવે, તમામ હિતધારકોને અવાજ આપે, સમકાલીન પડકારોનો સામનો કરે અને માનવ કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરે.”
સંયુક્ત રાષ્ટ્રને જાણો
193 સભ્યોવાળા સંયુક્ત રાષ્ટ્ર માટે સૌથી મોટું યાયોજન હોય છે મહાસભા, જ્યાં વિશ્વના તમામ મોટા નેતા ભેગા થાય છે. કોરોનાકાલમાં આ વખતે નેતાઓના રેકોર્ડેડ ભાષણ થઈ રહ્યા છે. આ અવસર પર વિશ્વના અનેક દેશોએ અમેરિકા અને ચીનના તણાવ પર ચિતા વ્યક્ત કરી. સંયુક્ત રાષ્ટ્રએ આ વર્ષે જૂનમાં જ પોતાની 75મી વર્ષગાંઠની કોરોનાને કારણે મોટા પાયે ઉજવણી ન કરી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion