શોધખોળ કરો
Advertisement
ચીની રાષ્ટ્રપતિએ માન્યું- કોરોના સૌથી મોટી હેલ્થ ઇમરજન્સી, અર્થવ્યવસ્થા પર થશે મોટી અસર
નોંધનીય છે કે કોરોના વાયરસે દુનિયાની બીજી અર્થવ્યવસ્થા ચીનને હરાવી છે અને અહી અત્યાર સુધીમાં 2442 લોકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે 77000 લોકો તેનાથી પ્રભાવિત થયા છે.
બેઇજિંગઃ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે માન્યું હતું કે, કોરોના વાયરસ ચીનની અત્યાર સુધી સૌથી મોટી હેલ્થ ઇમરજન્સી બની ચૂક્યું છે અને આ દેશની અર્થવ્યવસ્થાને વ્યાપક રીતે પ્રભાવિત કરશે. નોંધનીય છે કે કોરોના વાયરસે દુનિયાની બીજી અર્થવ્યવસ્થા ચીનને હરાવી છે અને અહી અત્યાર સુધીમાં 2442 લોકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે 77000 લોકો તેનાથી પ્રભાવિત થયા છે.
કોરોના વાયરસને નિયંત્રણમાં કરવા માટેની ચર્ચા માટે મળેલી બેઠકમાં રાષ્ટ્રપતિ જિનપિંગે કહ્યું કે, મહામારી ઝડપથી ફેલાઇ રહી છે. સંક્રમણ વ્યાપક છે અને તેનું નિયંત્રણ ખૂબ મુશ્કેલ કામ છે. આ આપણા માટે સંકટ છે અને મોટી પરીક્ષા છે. આ દેશની સૌથી મોટી હેલ્થ ઇમરજન્સી છે. આ દરમિયાન જિનપિંગે માન્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા અને સમાજને વ્યાપક રીતે પ્રભાવિત કરશે. જોકે, તેમણે માન્યું કે આ સ્થિતિ થોડા સમય માટે રહેશે અને તેના પર કાબૂ મેળવી લેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement