શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
યમનમાં નવી સરકારના કેબિનેટ સભ્યોનું વિમાન એરપોર્ટ પર લેન્ડ થતાં જ થયો મોટો બ્લાસ્ટ, 16થી વધુનાં મોત
એડન સ્વાસ્થ્ય વિભાગના ઉપ પ્રમુખ મોહમ્મદ અલ રોઉબિદે એસોસિએેડેડ પ્રેસને જણાવ્યું હતું કે, બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયા છે. જ્યારે 60 જેટલા લોકો ઘાયલ થયા છે.
એડન: યમનના દક્ષિણી શહેર એડનના એરપોર્ટ પર બુધવારે મોટો વિસ્ફોટ થયો હતો. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બ્લાસ્ટ નવનિર્મિત સરકારના કેબિનેટ સભ્યોને લઈને આવેલા વિમાનના લેન્ડ થયાના થોડાક જ સમયમાં થયો હતો. વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
સરકારી વિમાનમાં સવાર યમનના સંચાર મંત્રી નજીબ અલ અવગે એસોસિએેડેડ પ્રેસને જણાવ્યું કે, તેમણે બે બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો અને એવું લાગતું હતું કે આ ડ્રોન હુમલો છે. યમનના પ્રધાનમંત્રી મઈન અબ્દુલ મલિક સઈદ અને અન્ય લોકોને ધમાકા બાદ તાત્કાલિક એરપોર્ટથી શહેરમાં સ્થિત મશિલ પેલેસમાં લઈ જવાયા હતા. જો કે, સરકારી વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિને જાનહાની થઈ નથી.
એડન સ્વાસ્થ્ય વિભાગના ઉપ પ્રમુખ મોહમ્મદ અલ રોઉબિદે એસોસિએેડેડ પ્રેસને જણાવ્યું હતું કે, બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. જ્યારે 60 જેટલા લોકો ઘાયલ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion