શોધખોળ કરો
આ સરકારી યોજનામાં ખેડૂતોને મળશે વાર્ષિક ₹36,000, જાણો અરજી કરવાની સરળ પ્રક્રિયા
કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે એક કલ્યાણકારી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે.
આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને દર મહિને ₹3,000 નું પેન્શન મળશે. આ રકમ વાર્ષિક ₹36,000 થાય છે. આ યોજનાનો મુખ્ય હેતુ વૃદ્ધાવસ્થામાં ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડીને સન્માનભેર જીવન જીવવામાં મદદ કરવાનો છે.
1/6

ભારત સરકાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને માસિક ₹3,000 નું પેન્શન મળે છે. આ યોજનાનો લાભ એવા નાના અને સીમાંત ખેડૂતોને મળે છે જેમની પાસે 2 હેક્ટર સુધીની જમીન છે.
2/6

આ યોજનામાં જોડાવા માટે, ખેડૂતોએ તેમની ઉંમરના આધારે દર મહિને ₹55 થી ₹200 નું પ્રીમિયમ ભરવાનું રહે છે, અને સરકાર પણ એટલી જ રકમનું યોગદાન આપે છે. અરજી કરવા માટે આધાર કાર્ડ, બેંક પાસબુક અને જમીનના દસ્તાવેજો સાથે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈ શકાય છે.
3/6

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એવા નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે, જેમની ખેતીમાંથી આવક મર્યાદિત છે. આ યોજના તેમને વૃદ્ધાવસ્થામાં પણ કાયમી પેન્શન આપીને આર્થિક ચિંતાઓથી મુક્ત કરે છે, જેથી તેઓ આત્મસન્માન સાથે જીવન જીવી શકે.
4/6

આ યોજના હેઠળ, 60 વર્ષની ઉંમર બાદ લાયક ખેડૂતોને દર મહિને ₹3,000 નું નિશ્ચિત પેન્શન આપવામાં આવે છે, જે વાર્ષિક ₹36,000 થાય છે. આ યોજનાનો લાભ માત્ર એવા નાના અને સીમાંત ખેડૂતોને મળશે, જેમની પાસે 2 હેક્ટર સુધીની જમીન છે.
5/6

આ યોજનામાં જોડાવા માટે, ખેડૂતોએ તેમની ઉંમર અનુસાર માસિક પ્રીમિયમ ભરવું પડે છે, જે ₹55 થી ₹200 સુધીનું હોય છે. આ પ્રીમિયમની જેટલી રકમ ખેડૂત જમા કરાવે છે, તેટલી જ રકમ કેન્દ્ર સરકાર પણ યોગદાન તરીકે આપે છે.
6/6

આ યોજનામાં જોડાવવા માટે, ખેડૂતને આધાર કાર્ડ, બેંક પાસબુક અને જમીન સંબંધિત દસ્તાવેજોની જરૂર પડશે. અરજી કરવા માટે, ખેડૂતે તેના નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. ત્યાં બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ ખેડૂતનું નોંધણી કરવામાં આવે છે.
Published at : 26 Aug 2025 06:39 PM (IST)
આગળ જુઓ
Advertisement





















