શોધખોળ કરો
PM કિસાન યોજનાનો 21મો હપ્તો મેળવવા માટે આ કામ ફરજિયાત કરવું પડશે, જાણો નોંધણી કેવી રીતે કરવી
PM Kisan Yojana 21st installment update: ખેતી નિયામક કચેરીનો બાકી રહેલા ખેડૂતોને તાત્કાલિક નોંધણી કરાવવા અનુરોધ, જાણો કેવી રીતે કરાવશો રજિસ્ટ્રી.
PM Kisan Yojana 21st installment update: ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી, એટલે કે 21મા હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂત આઈડી (Farmer Registry) ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.
1/5

રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી આ નોંધણી કરાવી નથી, તેમને તાત્કાલિક આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ નવી શરતનું પાલન ન કરનાર ખેડૂતો 21મા હપ્તાથી વંચિત રહી શકે છે.
2/5

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ દેશના કરોડો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય યોજના છે. હવે આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે એક નવી અને મહત્વપૂર્ણ શરત જોડવામાં આવી છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે આગામી 21મા હપ્તાનો લાભ લેવા માટે તમામ ખેડૂતો પાસે ખેડૂત આઈડી (Farmer Registry) હોવું ફરજિયાત છે. આ અંગે રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા એક સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં બાકી રહેલા ખેડૂતોને વહેલી તકે નોંધણી કરાવી લેવા માટે વિનંતી કરવામાં આવી છે.
Published at : 02 Sep 2025 06:52 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















