શોધખોળ કરો
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
PM Kisan Nidhi Status: ખેડૂતો માટે સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લેટેસ્ટ હપ્તાની રાહ જોઈ રહેલા લાભાર્થીઓના ખાતામાં 18મા હપ્તાની રકમ આજે, 5 ઓક્ટોબરે જારી કરવામાં આવી છે.
PM Kisan Nidhi: જો તમે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હતી, પરંતુ હપ્તો પ્રાપ્ત થયો નથી તો ગભરાવાની જરૂર નથી.
1/5

આ માટે તમે PM કિસાન યોજનાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકો છો. જ્યાં તમને યોજના સાથે સંબંધિત દરેક સમસ્યાનું સમાધાન મળી જશે. તમારી સ્થિતિ જણાવતા એક મેઈલ pmkisan ict@gov.in અથવા pmkisan funds@gov.in પર મોકલો. કોઈ પ્રતિનિધિ સાથે સીધી વાત કરવા માટે તમે હેલ્પલાઈન નંબર 011-24300606 અથવા 155261 પર કૉલ કરી શકો છો. ટોલ ફ્રી વિકલ્પ માટે PM કિસાન ટીમ સાથે જોડાવા માટે 1800 115 526 ડાયલ કરો.
2/5

હવે 18મો હપ્તો માત્ર તે ખેડૂતોને જ મળશે જેમણે KYC (PM Kisan KYC) કરાવ્યું હશે. યોજનાનો લાભ લેવા માટે KYC કરાવવું પણ સરકારે ફરજિયાત કરી દીધું છે. આ યોજનામાં ગેરરીતિ રોકવા માટે આમ કરવામાં આવ્યું છે. ખેડૂતો ઘરે બેઠા OTP દ્વારા અને કૉમન સર્વિસ સેન્ટર પર જઈને આ જરૂરી કામ પૂરું કરી શકે છે.
Published at : 05 Oct 2024 07:10 PM (IST)
આગળ જુઓ





















