શોધખોળ કરો
Holi 2023: હોળાષ્ટક શરૂ થવાના છે, 8 દિવસ સુધી રહેશે આ ગ્રહોનો દુષ્પ્રભાવ, બચાવ માટે કરો આ ઉપાય
હોળાષ્ટકની અવધિમાં 8 ગ્રહોનો સ્વભાવ ઉગ્ર થઇ જાય છે. આના અશુભ પ્રભાવથી બચવા માટે આ ઉપાય કરો.

ફાઇલ તસવીર
1/7

Holashtak 2023: 27 ફેબ્રુઆરી, 2023 થી હોળાષ્ટક શરૂ થઇ રહ્યાં છે, આ વખતે હોળાષ્ટક 8 ના બદલે 9 દિવસ સુધી રહેશે. હોળાષ્ટકની અવધિમાં 8 ગ્રહોનો સ્વભાવ ઉગ્ર થઇ જાય છે. આના અશુભ પ્રભાવથી બચવા માટે આ ઉપાય કરો.
2/7

ફાગળ માસના શુક્લ પક્ષની આઠમ તિથી 27 માર્ચથી ફાગળથી ફાગળ પૂર્ણિમા 7 માર્ચ સુધી હોળાષ્ટક રહેશે. હોળાષ્ટકના આઠ દિવસમાં શુભ કાર્ય કરવુ પ્રતિબંધિત રહે છે, કેમે કે આ અવધિને અશુભ માનવામાં આવે છે.
3/7

જ્યોતિશ શાસ્ત્ર અનુસાર, હોળાષ્ટકમાં 8 ગ્રહો ઉગ્રાવસ્થામાં રહે છે, આ દરમિયાન માંગલિક કાર્ય કરવુ કે કોઇ નવા કામની શરૂઆત કરવાથી તે પૂર્ણ નથી થતુ. તમામ રીતની રુકાવટ આવે છે. આ ગ્રહોના નિર્બલ થવાથી મનુષ્યની નિર્ણય ક્ષમતા ક્ષીણ થઇ જાય છે. આ કારણ મનુષ્ય પોતાના સ્વભાવથી વિપરિત ફેંસલો કરી લે છે.
4/7

હોળાષ્ટકના પહેલા દિવસ એટલે કે ફાગળ શુક્લ આઠમ તિથી પર ચંદ્રમા ઉગ્ર થાય છે. નવમી તિથી પર સૂર્ય, દશમી તિથી પર શનિ, અગિયારસ તિથી પર શુક્ર, બારસ તિથી પર બૃહસ્પતિ, તેરસ તિથી પર બુધ, ચૌદશ તિથી પર મંગળ અને પૂર્ણિમા તિથી પર રાહુ ગ્રહનો સ્વભાવ ઉગ્ર રહે છે.
5/7

હોળાષ્ટક દરમિયાન જો તમારી કુંડળીમાં આ ગ્રહોમાંથી કોઇની સ્થિતિ કમજોર છે કે કોઇ ગ્રહ સાથે જોડાયેલો દોષ છે, તો તેનાથી બચવા માટે ગ્રહ શાંતિના ઉપાયો કરવા જરૂરી છે.
6/7

હોળાષ્ટકના 8 દિવસોનુ વ્રત-ઉપવાસ, પૂજન, અને હવનની દ્રષ્ટિથી સારો સમય માનવામાં આવે છે, ગ્રહોની શાંતિ માટે નવગ્રહ પીડાહર સ્ત્રોત અને મહામૃત્યંજય મંત્રનો પાઠ કરો. ગ્રહો સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરો. ભગવાન નૃસિંહ, હનુમાનજી, અને શિવજીની પૂજ કરવી જોઇએ. મહાદેવની પૂજાથી નવા ગ્રહના અશુભ પ્રભાવમાં કમી આવે છે.
7/7

હોળાષ્ટક દરમિયાન વિવાહ કરવા, વાહન ખરીદવુ, ઘર ખરીદવુ, ભૂમિ પૂજન કરવુ, ગૃહપ્રવેશ, 16 સંસ્કાર, યજ્ઞ, હવન કે હૉમ, નવો વેપાર શરૂ કરવો, યાત્રા કરવી, નવા વસ્ત્ર કે કોઇ વસ્તુ ખરીદવી વર્જિત માનવામાં આવે છે.
Published at : 24 Feb 2023 12:26 PM (IST)
આગળ જુઓ
Advertisement