શોધખોળ કરો
Ram Mandir Pran Pratishtha: પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રંગબેરંગી ફૂલોથી સજાવાયું રામ મંદિર, જુઓ આકર્ષક તસવીરો
Ram Mandir Opening: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર અયોધ્યા શહેરને શણગારવામાં આવી રહ્યું છે, જ્યારે રામ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
રામ મંદિર
1/7

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. રામલલા લગભગ 500 વર્ષ પછી રામ મંદિરમાં બિરાજશે. અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે અને હવે રામ મંદિરની સુંદર તસવીર સામે આવી છે.
2/7

રામ મંદિરની તસવીર ખૂબ જ સુંદર છે. જેને જોઈને ભક્તોના હૈયા પ્રસન્ન થઈ ગયા છે. તસવીરમાં જોઈ શકાય છે કે રામ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ફૂલોથી લદાયેલા રામ મંદિરની સુંદરતા જોવા જેવી છે.
Published at : 21 Jan 2024 06:35 AM (IST)
આગળ જુઓ





















