શોધખોળ કરો
Dhanteras 2023: ધનતેરસના અવસરે તુલાથી મીન આ 6 રાશિના જાતક આ વસ્તુની અચૂક કરવી ખરીદી
ધનતેરસના દિવસે ખરીદીનું અનેરૂ મહત્વ છે. જો રાશિ મુજબ કેટલીક ખરીદી કરવામાં આવે તો શુભ મનાય છે

પ્રતીકાત્મક તસવીર
1/7

ધનતેરસના દિવસે ખરીદીનું અનેરૂ મહત્વ છે. જો રાશિ મુજબ કેટલીક ખરીદી કરવામાં આવે તો તે શુભ મનાય છે
2/7

તુલા-તુલા રાશિના લોકોએ ધનતેરસના દિવસે નમક અને સાવરણીની ખરીદી કરવી શુભ રહેશે. આ સિવાય તમે સિલ્વર જ્વેલરી પણ ખરીદી શકો છો. આમ કરવાથી શુક્ર તમારી કુંડળીમાં બળવાન બનશે.
3/7

વૃશ્ચિક-વૃશ્ચિક રાશિના લોકોએ ધનતેરસના દિવસે કુબેર યંત્ર ખરીદી તેની પૂજા કરવી શુભ રહેશે, તમે ચાંદીની વીંટીમાં મંગળ રત્ન પણ ધારણ કરી શકો છો.
4/7

ધન-ધન રાશિવાળા લોકોએ ધનતેરસના દિવસે કલશ ખરીદીને ઘરે લાવવો જોઈએ. તમે તમારી આર્થિક સ્થિતિના આધારે સોનાના સિક્કા પણ ખરીદી શકો છો. આ રીતે કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે.
5/7

મકર-મકર રાશિના લોકો ધનતેરસની તારીખે ચાંદી ખરીદી શકે છે. આ સિવાય તમે સાવરણી ખરીદીને મંદિરમાં દાન કરી શકો છો. આ ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા અવશ્ય વરસશે.
6/7

કુંભ-કુંભ રાશિના લોકો માટે આ ધનતેરસમાં સ્ટેશનરી વસ્તુઓ અને વાહનોની ખરીદી કરવી તમારા માટે શુભ રહેશે. આ વાતનું ધ્યાન રાખો કે કુંભ રાશિના લોકોએ ધનતેરસ પર લોખંડની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
7/7

મીન - મીન રાશિના લોકો માટે ધનતેરસના દિવસે ચાંદી, રત્ન, પુખરાજ, સોનું આ બધું ખરીદવું તમારા માટે શુભ રહેશે. પરંતુ મીન રાશિના લોકોએ એલ્યુમિનિયમની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
Published at : 08 Nov 2023 04:48 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ