શોધખોળ કરો
Mahashivratri 2024: મહાશિવરાત્રિના અવસરે આ રીતે કરો શિવજીનો શૃંગાર, જુઓ તસવીર
Mahashivratri 2024: 8મી માર્ચે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી અને કેવો શૃંગાર કરવો જાણીએ....
(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/7

Mahashivratri 2024: 8મી માર્ચે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી. જાણો આ રીતે કેવી રીતે કરી શકાય ભોલેનાથનો શૃંગાર
2/7

મહાશિવરાત્રીનો દિવસ ખૂબ જ ખાસ છે, મહાશિવરાત્રીનો તહેવાર આવતીકાલે એટલે કે શુક્રવાર, 8 માર્ચ, 2024 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભોલેનાથ માટે વ્રત રાખવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે
3/7

મહા મહિનામાં આવતા આ વ્રત કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. આવો જાણીએ મહાશિવરાત્રીના દિવસે ભોલેનાથની પૂજા કેવી રીતે કરવી અને ભગવાન શિવ અને શિવલિંગને કેવી રીતે શણગારવા. જાણીએ
4/7

આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઉઠો અને સ્નાન વગેરેથી દિવસની શરૂઆત કરો. ઘરના મંદિરમાં શિવ અને પાર્વતીની મૂર્તિઓની સ્થાપના કરો. શિવ ચાલીસાનો પાઠ કરો, ભગવાન શિવની આરતી કરો.
5/7

ઘરની નજીકના મંદિરમાં જઈને શિવલિંગ પર જળ, દૂધ અને ગંગા જળ મિશ્રિત અભિષેક કરો. જલાભિષેક કરતી વખતે ભગવાન શિવના મંત્રોનો અવશ્ય જાપ કરો.
6/7

તેની સાથે શિવલિંગ પર ફૂલ, ફળો જેવા કે બોર ધતુરા, બેલપત્ર વગેરે ચઢાવો.
7/7

ભગવાન શિવને ભોજન અર્પણ કરો અને લોકોમાં પ્રસાદ વહેંચો
Published at : 07 Mar 2024 09:25 PM (IST)
આગળ જુઓ





















