શોધખોળ કરો
Makar Sankranti :મકર સંક્રાંતિના અવસરે આપની રાશિ મુજબ કરો દાન, સુખ સમૃદ્ધિનું મળશે વરદાન
Makar Sankranti: મકર સંક્રાંતિ પર દાન દક્ષિણાનું વિશેષ મહત્વ છે. તો આપની રાશિનુંસાર જાણીએ કે કઇ વસ્તુનું દાન આપને શુભ શીધ્ર ફળ આપશે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/10

Makar Sankranti :15 ડિસેમ્બરથી કમૂર્તાની શરૂઆત થઇ ગઇ છે, જે 14મી જાન્યુઆરી સુધી ચાલશે. 14 જાન્યુઆરી, 2025 ના રોજ બપોરે 3:27 વાગ્યે, સૂર્ય ધનુરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે તે દિવસે સાંજે 6.05 વાગ્યા સુધી શુભ મુહૂર્ત રહેશે.
2/10

Makar Sankranti 2024: સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલી નાખે છે, જેને સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સૂર્યની આ રાશિ ધન રાશિથી મકર રાશિમાં બદલાય છે, ત્યારે તેને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં બદલાય છે. સનાતન ધર્મમાં મકરસંક્રાંતિના દિવસનું પોતાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું દાન આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જાણીએ રાશિ મુજબ કઇ વસ્તુનું દાન ફળદાયી નિવડશે.
3/10

મેષ- અને વૃશ્ચિક આ રાશિનો સ્વામી મંગળ છે. તેથી સ્નાન કર્યા પછી શુભ મુહૂર્તમાં તલ, ગોળ, ખીચડી, મીઠાઈ, દાળ, મીઠા ચોખા, લાલ કે ગુલાબી રંગના કપડાં વગેરેનું દાન કરવું જોઈએ
4/10

વૃષભ અને તુલા - આ રાશિનો સ્વામી શુક્ર છે. કુંડળીમાં શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા માટે આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ પર પોતાની રાશિના સ્વામી શુક્ર પ્રમાણે સાકર, ખાંડ, ચોખા, દૂધ-દહીં, સફેદ કે ગુલાબી રંગના કપડાં, ખીચડી અને તલ-ગોળનું દાન કરવું વધુ ફળદાયી નિવડે છે.
5/10

મિથુન અને કન્યા-આ રાશિનો સ્વામી બુધ છે તેથી આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિના દિવસે સવારે સ્નાન કર્યા બાદ તલના લાડુ, આખા મગ, ખીચડી, મગફળી, લીલા વસ્ત્રો વગેરેનું દાન કરવું શુભ રહેશે. .
6/10

કર્ક -ચંદ્ર આ રાશિનો સ્વામી છે, તેથી મકરસંક્રાંતિના દિવસે આ રાશિના લોકોએ ચોખાની ખીર, સફેદ તલના લાડુ, માવામાંથી બનેલી મીઠાઈઓ, ખીચડી, સફેદ તલ વગેરેનું દાન કરવાનું શરૂ કરવું જોઈએ.
7/10

સિંહ-સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. તેથી મકરસંક્રાંતિના અવસર પર આ રાશિવાળા લોકો માટે મકરસંક્રાંતિના અવસર પર ખીચડી, લાલ કપડું, રેવડી, ગજક, ગોળ અને મસૂરની દાળ, તાંબાના વાસણો વગેરેનું દાન કરવું સારું રહેશે.
8/10

ધન અને મીન-આ રાશિઓનો સ્વામી ગુરુ છે. પુણ્યનું પરિણામ વધારવા માટે આ રાશિના જાતકો માટે આ દિવસે તલ, ગોળ, ખીચડી, મગફળી, પપૈયા અને પીળા ચંદનનું દાન કરવું શુભ રહેશે
9/10

મકર કુંભ રાશિ-આ રાશિનો સ્વામી સૂર્યનો પુત્ર શનિદેવ છે. શનિદેવની અશુભ અસરને ઓછી કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે આ રાશિના જાતકોએ ખીચડી, કાળી છત્રી, તલ અથવા સરસવનું તેલ, અડદની દાળની ખીચડી અને ઊની કપડાંનું દાન કરવું શુભ રહેશે.
10/10

ધન અને મીન-આ રાશિઓનો સ્વામી ગુરુ છે. પુણ્યનું પરિણામ વધારવા માટે આ રાશિના જાતકો માટે આ દિવસે તલ, ગોળ, ખીચડી, મગફળી, પપૈયા અને પીળા ચંદનનું દાન કરવું શુભ રહેશે.
Published at : 21 Dec 2024 10:44 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
