સોમવારનો દિવસ ભગવાન ભોલેનાથને સમર્પિત છે. આ દિવસે આ દિવસે ભગવાન શિવની વિધિ વિધાનથી પૂજા કરવાથી સઘળી મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે વ્રત રાખવાનું પણ વિધાન છે.
2/7
શાસ્ત્રો અનુસાર સોમવારે દહીં, સફેદ વસ્ત્ર, દૂધ અને ખાંડનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન ભોલેનાથ તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને ઇચ્છિત વરદાન આપે છે.
3/7
જો તમે પૈસાની અછત અથવા ગરીબી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમારે સોમવારે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ આપના માટે લાભકારી રહેશે.
4/7
આ સિવાય જો કોઈ વ્યક્તિ પિતૃ દોષથી પીડિત હોય તો તે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય તો તેણે સોમવારે સાંજે કાચા ચોખા સાથે કાળા તલ મિક્ષ કરીને દાન કરવું જોઈએ. આ ઉપાયથી ઘરમાં ધન અને અનાજનો ભંડાર પણ ભરાઈ જશે.
5/7
જો કોઈ વ્યક્તિનો ચંદ્ર નબળો હોય તો તે વ્યક્તિએ ચંદ્ર દોષનો પ્રભાવ ઓછો કરવા માટે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. તેમજ કપાળ પર ચંદનનું તિલક લગાવીને ઘરની બહાર નીકળવું જોઈએ.
6/7
સોમવારે ભગવાન ભોલેનાથને અક્ષત, ચંદન, ધતુરા, દૂધ, ગંગાજળ અને બેલના પાન વગેરે અર્પણ કરવા જોઈએ. આનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પોતાના શુભ આશીર્વાદ આપે છે
7/7
ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે સોમવારે શિવને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો પ્રસાદ ચઢાવો અને ત્યાર બાદ તેમની આરતી કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.