નાના આંતરડાનું ઓપરેશન- વર્ષ 2005માં અમિતાભ બચ્ચનને મુંબઇની લીલાવતી હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. અહીં તેમના નાના આંતરડાંના એક ભાગમાં 'ડાયવર્ટીકુલિટિસ' નામની બિમારીનો ઇલાજ કરવા માટે સર્જરી કરવામાં આવી હતી. નાના આંતરડાની કોશિકાઓ કમજોર પડે છે, અને પરિણામસ્વરૂપ કેટલાય નાના પાઉચ બને છે, જે સોજો કે સંક્રમિત થઇ શકે છે.
2/9
3/9
પેટમાં દુઃખાવાથી પીડિત- બીગ બી વર્ષ 2008માં તેમને ફરી એકવાર પેટમાં દુઃખાવો થયો, અને આ કારણે તેમને હૉસ્પીટલાઇઝ થવુ પડ્યુ હતુ.
4/9
'કુલી'ના શૂટિંગ દરમિયાન ગંભીર ઇજા-- 26 જુલાઇ, 1982એ ફિલ્મ ‘કુલી’ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન અને પુનીત ઇસ્સરની વચ્ચે એક ફાઇટ સીન ફિલમાવાયો હતો, તે સમયે બચ્ચનના પેટમાં ગંભીર ઇજા પહોંચી હતી. તે કોમામાં ચાલ્યો ગયો હતો, આના ઇલાજ દરમિયાન, અમિતાભ બચ્ચનને 200 ડૉનર્સથી લગભગ 60 બોટલ બ્લડ ચઢાવવામાં આવ્યુ હતુ.
5/9
લીવર ડેમેજ- વર્ષ 2012માં બિગબીને ફરી એકવાર ઓપરેશન માટે ભરતી કરાવવા પડ્યા હતા, કેમકે તેમનુ લીવર ડેમેજ થઇ ગયુ હતુ. બીગબીનુ લીવર લગભગ 75 ટકા કામ કરવાની સ્થિતિમાં ન હતુ, બાદમાં ઓપરેશન કરાવ્યુ અને ઠીક થયા હતા.
6/9
ગરદન અને પીઠનો દુઃખાવો- વર્ષ 2018માં, જોધપુરમાં ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના શૂટિંગ દરમિયાન બિગ બીને વજનદાર પોશાક પહેરવાના કારણે તેમની ગરદન અને પીઠમાં દુઃખાવો થઇ ગયો હતો, આ કારણે તે શૂટિંગ છોડીને તરતજ મુંબઇ આવી ગયા અને ઇલાજ કરાવવો પડ્યો હતો.
7/9
આંતરડાની સમસ્યાથી પીડિત- વર્ષ 2019માં, અમિતાભ બચ્ચનને આંતરડામાં દુઃખાવો થતાં તેમને મુંબઇની એક હૉસ્પીટલમાં ભરતી થવુ પડ્યુ હતુ. અહીં તેમને આંતરડાની સારવાર કરાવવી પડી હતી.
8/9
કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે- અમિતાભ બચ્ચન વર્ષ 2020ના જુલાઇ મહિનામાં કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. લગભગ એક મહિના સુધી હૉસ્પીટલમાં રહ્યા બાદ રિક્વરી આવી અને હૉસ્પીટલમાંથી ડિસ્ચાર્જ થયા હતા, એટલે કે 2જી ઓગસ્ટ 2020એ કોરોનાને માત આપી હતી.
9/9
મુંબઇઃ બૉલીવુડના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચને ગઇ રાત્રે પોતાના બ્લૉગથી ફેન્સને ચિંતામાં મુકી દીધા, તેમને પોતાના બ્લૉગમાં જણાવ્યુ કે તેમનુ સ્વાસ્થ્ય ઠીક નથી, અને સર્જરી કરાવવા જઇ રહ્યાં છે. બિગ બીની તબિયતને લઇને ફેન્સને પણ ચિંતા પેઠી છે. 78 વર્ષીય સુપરસ્ટારની આ પહેલી કે બીજી સર્જરી નથી પરંતુ અગાઉ અનેકવાર સર્જરી કરાવી ચૂક્યા છે. આમ કહીએ તો અમિતાભ બચ્ચનનુ શરીર અનેક રોગો સામે ઝઝૂમી ચૂક્યુ છે, અને ઝઝૂમી પણ રહ્યું છે. બીગ બીની મેડિકલ હિસ્ટ્રી પણ ખરાબ રહી છે. જાણો અમિતાભને ક્યા-ક્યા છે ગંભીર રોગ? કેટલીવાર કરાવી ચૂક્યા છે સર્જરી?