જાડેજાએ કહ્યું કે હું ઘણીવાર તેમને આવી ઘણી પરિસ્થિતિમાં બેટિંગ કરતા જોઇ ચૂક્યો છુ, મે તેમની સાથે બેટિંગ કરી છે. તે હંમેશા મને કહેતા હતા કે આપણે મેચ અંત સુધી લઇ જઇશું તો છેલ્લી ચાર-પાંચ ઓવરમાં ખુબ રન આવી શકે છે. (ફાઇલ તસવીર)
3/6
ધોનીને કેપ્ટનશીપમાં જાડેજા ટીમ ઇન્ડિયાની સાથે સાથે આઇપીએલનમાં પણ રમી રહ્યો હતો. જાડેજાએ કહ્યું કે ધોનીની સલાહથી જ તે આ રીતે બેટિંગ વનડે કરી શક્યો. ધોનીએ જ બેટિંગમાં આ રીતે સુધારો કરવાની સલાહ આપી હતી. (ફાઇલ તસવીર)
4/6
મેચ બાદ પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે જાડેજાને પુછ્યુ કે શું તમે ધોનીની જેમ બેટિંગ કરી રહ્યાં હતા, આના પર તેને કહ્યું હાં, બિલકુલ. માહી ભાઇ લાંબા સમય સુધી ભારત અને ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમી ચૂક્યા છે, અને તેમને એક પેટર્ન સેટ કરી દીધી છે કે તમે કોઇપણ બેટ્સમેનની સાથે સેટ થયા બાદ ભાગીદારી બનાવી શકો છો, આ પછી તે તાબડતોડ ફટકાબાજી કરતા હતા. આ રીતે જાડેજાએ પોતાની બેટિંગનો શ્રેય ધોનીને આપ્યો હતો. (ફાઇલ તસવીર)
5/6
આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ તાબડતોડ બેટિંગ કરતા ફિફ્ટી ફટકારી હતી. 50 બૉલમાં 66 રનની ઇનિંગ રમી. જોકે મેચ બાદ આ ઇનિંગનો શ્રેય પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આપ્યો હતો, આ માટે તેને મોટો ખુલાસો કર્યો હતો. જાણો તેને ધોની માટે શું કહેલુ....(ફાઇલ તસવીર)
6/6
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારત સીરીઝ પ્રથમ બે મેચો હારીને સીરીઝ ગુમાવી ચૂક્યુ હતુ, પરંતુ ત્રીજી વનડે જીતીને ભારતે સીરીઝમાં 2-1થી આબરુ બચાવી હતી. ત્રીજી વનડેમાં ભારતની જીતમાં બે ગુજરાતીઓનો ફાળો રહ્યો. હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરોમાં તાબડતોડ બેટિંગ કરીને ભારત માટે મહત્વની બેટિંગ કરી. (ફાઇલ તસવીર)