શોધખોળ કરો
GSEB 12th Science Result 2023: 27 સ્કૂલોનું 100 ટકા પરિણામ, જાણો આંકડાકીય માહિતી
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જોઇ શકશો.
ફાઈલ તસવીર
1/8

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 72 હજાર 166 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું હતું.
2/8

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું 65.32 ટકા પરિણામ આવ્યું હતું.
3/8

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે જ્યારે હળવદ કેન્દ્રનું 98 ટકાથી વધુ પરિણામ આવ્યું હતું. લીમખેડા કેન્દ્ર છેલ્લા ક્રમે રહ્યું હતું.
4/8

ગુજરાતી મીડિયમનું 65.32 ટકા, અંગ્રેજી મીડિયમનું 67.18 ટકા પરિણામ જાહેર થયું છે.
5/8

100 ટકા પરિણામ ધરાવતી શાળા 27 છે, જયારે 10 ટકા કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 76 ટકા છે.
6/8

એ 1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા 61, એ2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેલવવાને પાત્ર ઉમેદવોની સંખ્યા 1523 છે.
7/8

20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડના લાભ સાથે પાસ થનારા દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 47 અને ગેરરીતિના કેસની સંખ્યા 35 છે.
8/8

61 વિદ્યાર્થીઓ A1 અને 115 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ મળ્યો છે. 24,185 વિદ્યાર્થીઓ સૌથી વધુ C2 ગ્રેડમાં પાસ થયા છે.
Published at : 02 May 2023 09:25 AM (IST)
આગળ જુઓ





















