શોધખોળ કરો
GUJCET 2024: ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ, આ રીતે કરો અરજી
GUJCET 2024: ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

GSEB GUJCET 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2024 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. રસ ધરાવતા ઉમેદવારો કે જેઓ ગુજરાત CET 2024 પરીક્ષા માટે અરજી કરવા માગે છે તેઓ અધિકૃત વેબસાઇટ gujcet.gseb.org પર જઈને ઑનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ જાન્યુઆરી 16, 2024 છે.
2/5

એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024, 31 માર્ચ, 2024ને રવિવારના રોજ લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે પરીક્ષા પહેલા 02 એપ્રિલે યોજાવાની હતી, પરંતુ CBSE ધોરણ 12મા બોર્ડની પરીક્ષાને કારણે તારીખ બદલવામાં આવી છે. પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોએ 350 રૂપિયાની નોંધણી ફી ચૂકવવાની રહેશે.
Published at : 03 Jan 2024 06:34 AM (IST)
આગળ જુઓ




















