શોધખોળ કરો
India Post GDS Result 2024: ઇન્ડિયા પોસ્ટ GDS પદો પર પરિણામ જાહેર, આ વેબસાઇટ પર જોઇ શકશો મેરિટ લિસ્ટ
India Post GDS Circle Wise First Merit List Released: ઈન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે પસંદ કરેલ ઉમેદવારોની પ્રથમ મેરિટ યાદી બહાર પાડી છે. આ યાદી સર્કલ મુજબ બહાર પાડવામાં આવી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

India Post GDS Circle Wise First Merit List Released: ઈન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે પસંદ કરેલ ઉમેદવારોની પ્રથમ મેરિટ યાદી બહાર પાડી છે. આ યાદી સર્કલ મુજબ બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારોએ ઈન્ડિયા પોસ્ટની GDS પોસ્ટ માટે અરજી કરી છે તેઓ અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈને પરિણામ જોઈ શકે છે. આ કરવા માટે તમે આ બેમાંથી કોઈપણ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો - indiapostgdsonline.gov.in અને indiapostonline.cept.gov.in. આ સાથે પરિણામની ડાયરેક્ટ લિંક પણ નીચે શેર કરવામાં આવી છે.
2/6

આ મેરિટ લિસ્ટ ઘણા સર્કલ માટે બહાર પાડવામાં આવ્યું છે. જેમ કે આંધ્ર પ્રદેશ, આસામ, દિલ્હી, તેલંગણા, પશ્ચિમ બંગાળ, પંજાબ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, દિલ્હી વગેરેનો સમાવેશ થાય છે. આ પછી વધુ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. જો કે, તે પોસ્ટ્સ બાકી છે કે નહીં તેના પર નિર્ભર છે. ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ નવીનતમ માહિતી માટે સમયાંતરે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહે.
Published at : 20 Aug 2024 11:03 AM (IST)
આગળ જુઓ





















