શોધખોળ કરો
Jobs 2024: 10 અને 12 પાસ કરો આ નોકરી માટે અરજી, 70 હજારથી વધુ મળશે પગાર
Recruitment 2024: જો તમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નોકરીની શોધમાં છો તો તમે આ ભરતીઓ માટે અરજી કરી શકો છો. ભરતી માટે રજીસ્ટ્રેશન શરૂ થઇ ચુક્યું છે. અરજીઓ માત્ર ઓનલાઈન જ થશે.
ફોટોઃ abp live
1/6

Recruitment 2024: જો તમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નોકરીની શોધમાં છો તો તમે આ ભરતીઓ માટે અરજી કરી શકો છો. ભરતી માટે રજીસ્ટ્રેશન શરૂ થઇ ચુક્યું છે. અરજીઓ માત્ર ઓનલાઈન જ થશે. આ જગ્યાઓ પશ્વિમ બંગાળના બાંકુરા ખાતે ડિસ્ટ્રિક્ટ જજ ઓફિસમાં ઉપલબ્ધ છે. આ હેઠળ લાયકાત ધરાવતા ઉમેદવારોને અપર ડિવિઝન ક્લાર્ક, લોઅર ડિવિઝન ક્લાર્ક સહિત અન્ય ઘણી જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવશે.
2/6

આ માટે તમે આ બેમાંથી કોઈપણ એક વેબસાઈટ - calcuttahighcourt.gov.in, bankura.dcourts.gov.in પર જઈ શકો છો.
3/6

આ ભરતી અભિયાન દ્વારા કુલ 99 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવાની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા પોસ્ટ પ્રમાણે બદલાય છે. તમે નોટિસમાં તેની વિગતો ચકાસી શકો છો.
4/6

સામાન્ય રીતે કહીએ તો, 8, 10, 12 પાસ અને ગ્રેજ્યુએશન પાસ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.
5/6

પસંદગી માટે ઉમેદવારોએ પરીક્ષાના વિવિધ સ્તરોમાં હાજર રહેવું પડશે, જેમાં પ્રથમ લેખિત પરીક્ષાનો સમાવેશ થાય છે. આ પછી ઈન્ટરવ્યુ, કોમ્પ્યુટર સ્કિલ ટેસ્ટ, મેડિકલ અને ડીવી રાઉન્ડ વગેરે હશે.
6/6

પરીક્ષા સંબંધિત અન્ય કોઈપણ વિગતો અથવા કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે તમે ઉપર આપેલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
Published at : 03 Jun 2024 07:23 PM (IST)
આગળ જુઓ
Advertisement




















