શોધખોળ કરો
Advertisement

Karwa Chauth 2023:પરિણીતીની પહેલી કરવા ચૌથ, કંઇક આ અંદાજમાં કરી સેલિબ્રેટ, જુઓ તસવીરો
અભિનેત્રી પરિણીતી ચોપરાનું લગ્ન બાદ આ પહેલું કરવા ચોથનું વ્રત હતું. અભિનેત્રીએ તેના પતિ રાઘવ ચઢ્ઢા માટે વ્રત રાખ્યું હતું અને ઉપવાસ કર્યો હતો. રેડ સલવાર કૂરતામાં તે બેહદ સુંદર દેખાતી હતી.

તસવીર ( ગૂગલમાંથી)
1/8

અભિનેત્રી પરિણીતી ચોપરાનું લગ્ન બાદ આ પહેલું કરવા ચોથનું વ્રત હતું. અભિનેત્રીએ તેના પતિ રાઘવ ચઢ્ઢા માટે વ્રત રાખ્યું હતું અને ઉપવાસ કર્યો હતો. રેડ સલવાર કૂરતામાં તે બેહદ સુંદર દેખાતી હતી.
2/8

પરિણિતી ચોપરાએ કરવા ચૌથ પર રેડ સલવાર કુરતા, ઝુમખા અને બેગલ્સ સાથે સુહાગનનો શૃંગાર કમ્પલિટ કર્યો હતો. મંગળસૂત્ર અને મહેંદીમા સજ્જ પરીણિતીના ડ્રેસિંગમાં નવી નવેલી દુલ્હનની રોનક જોવા મળતી હતી.
3/8

પરિણીતિની પહેલી કરવા ચોથ ખૂબ જ ખાસ હતી. અભિનેત્રીના પતિ રાઘવે જ તેમને હાથ પર મહેંદી લગાવી હતી. અભિનેત્રીએ તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.
4/8

પરિણિતી ચોપરાની આ પ્રથમ કરાવવા ચોથ હતી અને આ ખાસ અવસર પર અભિનેત્રીએ તેના પ્રિય રાઘવ માટે તમામ શૃંગાર કર્યાં હતા. કરવા ચોથ પર પરિણીતી લાલ સૂટ, હાથમાં બંગડીઓ, માથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી.જ્યારે અભિનેત્રીના પતિએ પીળા કુર્તા સાથે બ્રાઉન જેકેટ પહેર્યું હતું.
5/8

આ તસવીરમાં પરિણીતી ચાળણીમાં દીવો રાખીને પતિ રાઘવને જોઈ રહી છે. રાઘવ હાથમાં પાણીનો કળશ લઇને સામે ઉભો છે.
6/8

આ તસવીરમાં રાઘવ ચઢ્ઢાએ પોતાની નવી નવેલી દુલ્હનને પોતાના હાથે પાણી પિવડાવીને ચોથનું વ્રત પૂર્ણ કર્યું હતું. ન્યુ મેરિડ કપલની કરવા ચોથની આ તસવીરોને ફેન્સ પસંદ કરી રહ્યાં છે.
7/8

માત્ર પરિણીતી જ નહીં પરંતુ કિયારા અડવાણીએ પણ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના લગ્ન પછી પહેલો કરવા ચોથ ઉપવાસ કર્યો હતો. કિયારાએ તેના કરવા ચોથની ઉજવણીની તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે. ફોટામાં, અભિનેત્રી ચાળણીમાં દીવો રાખતી વખતે તેના પતિ સિદ્ધાર્થને જોઈ રહી છે. આ દરમિયાન કિયારાએ રાણી કલરનો સૂટ પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારે સિદ્ધાર્થે મરૂન કુર્તો પહેર્યો હતો.
8/8

એક્ટ્રેસ કેટરિના કૈફે પણ વિકી કૌશલ માટે કરાવવા ચોથનું વ્રત રાખ્યું હતું.કેટરિનાએ પણ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે
Published at : 02 Nov 2023 04:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
